જુઓ ભગવાનનો એક ચમત્કાર, જેનાથી આજે બની ગઈ છે આ બાળકી ચર્ચાનો વિષય….

News

ભગવાનનો ચમત્કાર ક્યારે અને ક્યાં જોવા મળી જાય તે ખબર નથી. ઈશ્વરે માણસો, જીવજંતુઓ, પ્રાણીઓ બધાને બનાવ્યા છે. ઈશ્વરે આપણને બધાને એક જેવા જ બનાવ્યાં છે. મતલબ કે બધા માણસો એક જેવા જ બનાવવામાં આવ્યા છે. દરેકના બે હાથ, બે પગ, માથું અને મોં હોય છે. દરેક હાથ અને પગમાં પાંચ આંગળીઓ. પરંતુ જો કોઈ તેનાથી જુદું હોય તો? તો આપણે એ માનીશું નહીં. જો આપણે તેને સામેથી જોશું, તો પણ આપણે તેની હકીકત તપાસ કરીશું. તપાસ કર્યા પછી, આપણે તેને ભગવાનનો ચમત્કાર કહીશું. અમે તમને આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. તેને ભગવાનની અજાયબી કહેવામાં આવે તો પણ સારું રહેશે.

ખરેખર, ભીવાડી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં જન્મેલી એક બાળકી તેના જન્મ સાથે જ હેડલાઇન્સમાં છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એ ચર્ચાનો વિષય બની રહી છે કારણ કે તેની કુલ 33 આંગળીઓ છે. આટલી આંગળીઓ હોવાને કારણે આ નવજાત બાળકી ચર્ચા નો વિષય બની છે.

આ બાળકીનો ફોટો આજકાલ સોશ્યિલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક હોય કે વોટ્સએપ કે ઇન્સ્ટા, આ બાળકીની તસવીર બધે જોવા મળી શકે છે. જ્યાં લોકો તેને વાયરલ કરી રહ્યા છે. તે જ સમયે, નવજાતનું કુટુંબ અને હોસ્પિટલના કર્મચારીઓ બાળકની 33 આંગળીઓને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ સમયે માતા અને બાળક બંને સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ અજીબ-ગરીબ કેસમાં ભિવાડીની એસ.એસ. હોસ્પિટલના ડાયરેક્ટર ડો.રાજેશ યાદવે કહ્યું કે બુધવારે એક મહિલા એ બાળકીને જન્મ આપ્યો હતો,મહિલાએ જે બાળકીને જન્મ આપ્યો તેને જોઈને હોસ્પિટલની આખી ટીમ આશ્ચ્ર્યચકિત થઇ ગઈ હતી. આ છોકરીના એક હાથમાં છ અને બીજા હાથમાં સાત આંગળીઓ છે. તે જ સમયે, છોકરીના બંને પગમાં દસ આંગળીઓ છે. ડોક્ટરે જણાવ્યું હતું કે સામાન્ય તપાસમાં છોકરી અને માતા બંને સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ જ કિસ્સામાં હોસ્પિટલના તબીબ રાજેશ યાદવે માહિતી આપતા કહ્યું કે એક હજાર બાળકોમાં એકાદ બાળકને વધુ આંગળીઓ હોવાની સમસ્યા હોય છે, પરંતુ આ બાળકીનો કિસ્સો ખૂબ જ આઘાતજનક રહ્યો છે. કારણ કે તેની આંગળીઓ ઘણી વધારે છે. જો કે,એમાં ચિંતાની કોઈ વાત નથી.

તમને જણાવી દઈએ કે બોલિવૂડ સ્ટાર રિતિક રોશનની પણ એક હાથમાં છ આંગળીઓ છે. રિતિકના એક હાથમાં બે અંગૂઠા છે. બાળકોમાં આવા કિસ્સા સામાન્ય હોય છે. આને લીધે, તેઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.