નવા પરણેલા કપલને મફત વિદેશમાં હનીમુન કરવા જવાનું પડ્યું ભારે, તેની કાકીએ કર્યું આવુ કામ

કોઈનું સંમપેતરું લઈ જતા પહેલા વિચારજો, કારણ કે આજકાલ એવા કિસ્સાઓ સાંભળવા અને જોવા મળે છે અને તેમાં કોઈ નજીકની વ્યક્તિ જ જીવન બરબાદ કરી નાંખે છે, આવોજ એક કિસ્સો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

તમે વિદેશ જવાના હોવાની ખબર પડે ત્યારે સગા સંબંધીઓ પોતાના વિદેશ વસતા બાળકો, સગાઓ માટે પાર્સલ મોકલવા ફોન આવવા લાગે છે અને તમે લઈ પણ જાઓ છો..

પણ આ મોકલાતા સામાન માં કોઈ ડ્રગ્સ મોકલી શકે છે અને તમને બિનજામીનપાત્ર ગુન્હા માં 10 વર્ષ કે તેથી વધુ વર્ષ ની સખત કેદ ની સજા ચોક્કસ થઈ શકે છે.

આવુજ કઇંક મુંબઇ માં વસતા નવપરણિત દંપતી ઓનીબા અને શારિક સાથે બન્યું. તેના કાકી તબ્બસુમ કુરેશી એ તેમને કતાર ની વિદેશ યાત્રા સ્પોન્સર કરી. નવદંપતિ તો ખુશ થઈ ગયું અને જવાની તૈયારી કરવા લાગ્યું.

એરપોર્ટ જતી વખતે તબ્બસુમ એ તેમને કતાર માં રહેતા તેના મિત્ર માટે એક પાર્સલ આપ્યું અને કહ્યું કે તેમાં તંબાકુ છે. કતાર પહોંચતા એરપોર્ટ પર જ તેમાં બેગેજ માં 4kg હશીશ identify થતા સીધા જેલ માં લઇ જવામાં આવ્યા.

ઓનીબા કતાર ગઈ ત્યારે ગર્ભવતી હતી અને તેને જેલમાં ગત માર્ચ માં બાળક ને જન્મ આપ્યો.

મુદ્દામાલ સાથે પકડાયેલ વ્યક્તિ ના નિર્દોષ છૂટવાના ચાન્સ બહુજ ઓછા.. મારા અનુભવ થી કહું તો નહિવત હોય છે. NDPS ના કાયદા મુજબ commercial quantity માં ડ્રગ્સ સાથે પકડાતા ઓછા માં ઓછી 10 વર્ષ ની સખત સજા હોય છે.

આ પ્રકાર ના કેસ સ્પેશિયલ કોર્ટ માં ચાલતા હોય છે અને conviction rate ખુબજ ઊંચો હોય છે.. અને અમુક દેશમાં ડ્રગની સજા ખુબજ કડક હોય છે, નિર્દોશ હોવા છતા સજા ભોગવવી પડે છે.

તમારા બાળકો, કુટુંબીજનો વિદેશ જતા હોય ત્યારે તેમની સાથે અન્યો ના પાર્સલો મોકલવાનું ટાળો. એરપોર્ટ પર ટૂંકા સમયમાં મિત્રતા બનાવી કોઈ પોતાનો excess luggage તમારા લગેજ માં સેટ કરવાનું કહે તો પ્રેમ થી ના પાડતા શીખો..

ગુનેગારો ખુબજ smart હોય છે, નિર્દોષ લાગતા હોય છે.. પણ તમને મુશ્કેલી માં મૂકી શકવાને સમર્થ હોય છે.

આ પોસ્ટ સત્યેનભાઈ ગઢવીની વોલ પરથી લેવામાં આવી છે, જો તમને આ આર્ટીકલ્સ ગમ્યો હોય તો લાઈક કરીને શેયર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live