કારેલા એ સ્વાદમાં કડવા હોય છે જેથી મોટેભાગે લોકોને એ પસંદ નથી આવતા. આ કારેલા આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. જો ડાયાબીટીસ ની વાત કરીએ તો કારેલા તેની દવા કહેવાય. પરંતુ ફક્ત ડાયાબીટીસ માટે નહી બીજા ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે. કારેલા નું તમે જ્યુસ પણ પી શકો છો અને શાક બનાવીને પણ ખાઈ શકો છો. અ ઉપરાંત તમે કારેલા નું અથાણું પણ બનાવી શકો છો.

૧) ડાયાબીટીસ :- ટાઇપ-૨ ડાયાબીટીસના રોગમાં કારેલા વરદાનરૂપ છે. કારેલા શરીરમાં ઇન્સ્યુલીન જાળવી રાખે છે અને શુગર લેવલ પણ કંટ્રોલમાં રાખે છે.
૨) લીવર માટે :- કારેલા ખુબજ પોષ્ટિક ગુણ ધરાવે છે જે લીવર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કારેલા લીવરને સાફ કરીને તેના નવા કોષો બનાવાનું કામ કરે છે. કારેલાના સેવનથી લીવર સ્વસ્થ રહે છે અને લીવર ને કોઈ નુકશાન નથી પહોચતું.
૩) વજન ઘટાડવા :- કારેલામાં વિટામીન, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર, એન્ટીઓક્ષીડન્ટ જેવા ગુણ હોય છે. આ બધું પાચનતંત્ર મજબુત કરવાનું કામ કરે છે. તે મેટાબોલીઝમ વધારે છે જેથી વધારે કેલેરી વપરાય અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

૪) કિડનીમાં પથરી :- જે લોકોને કિડનીમાં પથરી હોય તેણે કારેલા જરૂર ખાવા જોઈએ. આમાં આયુર્વેદિક ગુણ હોવાના લીધે પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.
૫) શ્વાસ ની તકલીફ :- દરરોજ કારેલા ખાવાથી અસ્થમા અને શ્વાસ સાથે જોડાયેલી બીજી સમસ્યામાં રાહત થાય છે.
૬) કેન્સર :- આમાં એન્ટીઓક્ષીડન્ટ, એન્ટી-બેકટેરીઅલ, એન્ટી-કેન્સર ના ગુણ હોય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કારેલા કેન્સરના કોષોને વધવા નથી દેતું.

૭) માથાનો દુખાવો :- કારેલાના તાજા પાંદડા ને વાટીને માથા પર લગાવાથી આરામ મળે છે.
૮) કબજિયાત :- કારેલામાં ફાઈબર ના ગુણ હોય છે જે પાચનતંત્ર મજબુત કરે છે. આ ઉપરાંત અપચો અને કબજિયાત પણ દુર થાય છે.