ગુજરાતના સુરતમાં આવેલા બ્યુટિશિયન કેતન હિરપરાએ પોતાના કામથી બધાને પ્રભાવિત કર્યા છે. તેણે દુલ્હનને ખુબજ ઓછા પૈસામાં તૈયાર કરવાનો એક એવો આઈડીયા લગાવ્યો કે જે સુપરહિટ સાબિત થયો અને હવે તે તેનાથી વર્ષે 6 લાખ રૂપિયા કમાઇ રહ્યો છે.
કેતનના જણાવ્યા મુજબ તે દુલ્હનનો મેક-અપ માત્ર 320 રૂપિયામાં કરે છે. હેર સ્ટાઇલ માટે ફક્ત 1 રૂપિયા લેવામાં આવે છે. ભાડા પર દુલ્હનનો ડ્રેસ પણ આપે છે. તેમનો દાવો છે કે તેમને ત્યાં સૌથી મોંઘા દુલ્હનના કપડા પણ માત્ર 250 રૂપિયાના ભાડે મળે છે.
તેઓ ભાડે આપતા આ બ્રાઇડલ ડ્રેસ ફેશન ડિઝાઇન દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમની આ સંસ્થાને આઇએસઓ દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવી છે. તે છેલ્લા 3 વર્ષથી આ કામ કરી રહ્યા છે. તેણે માત્ર 1 રૂપિયાના ભાવે 4 હજાર છોકરીઓના વાળ કાપી આપ્યા છે અને 1 હજારથી વધુ યુવતીઓએ મેકઅપ કર્રી આપ્યો છે.
તેમનો દાવો છે કે તેમણે બ્યુટિશિયનની તાલીમ આપીને 350-400 છોકરીઓને આત્મનિર્ભર બનાવી છે. અને તેમને ત્યાં 5 છોકરીઓને નોકરી પર રાખીને રોજગાર આપ્યો છે.
તેમનો દાવો છે કે તેમના સલુનમાં હંમેશાં ભીડ રહે છે. લોકો તેમના કામની પ્રશંસા કરે છે. હવે આખા ગુજરાતમાં તેની એક ઓળખ છે. દેશના લોકો પણ તેમના વિશે હવે જાણી રહ્યા છે જેનાથી તેમને ત્યાં હમેશા ભીડ રહે છે અને નવા નવા ગ્રાહકો આવતા જાય છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.