કેવી રીતે અને ક્યારે થઇ 14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઈન ડે ની શરૂઆત?..

Story

દરેક વર્ષ 14 ફેબ્રુઆરીના દિવસે વેલેંટાઈન ડે ઉજવાય છે. વેલેંટાઈન ડેને પ્રેમ દિવસના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ દિવસ પ્રેમી જોડા માટે એક ઉત્સવની જેવો જ હોય છે. ખાસ કરીને જ્યારે તમારા પ્રેમીને તમારો પ્રેમ અભિવ્યક્ત કરવો હોય છે તે માટેનો આ ખાસ દિવસ છે.

વેલેંટાઈનની શરૂઆત અમેરિકાના સેંટ વેલેંટાઈનની યાદમાં થઈ હતી. સૌપ્રથમ આ દિવસ અમેરિકામાં જ ઉજવાતો હતો. પછી ઈગ્લેંડમાં ઉજવવાની શરૂઆત થઈ. ત્યારબાદ આખા વિશ્વમાં ધીમે ધીમે આ દિવસ ઉજવવા લાગ્યા. કેટલાક દેશામાં તેને જુદા જુદા નામની સાથે પણ ઉજવાય છે. ચીનમાં તેને નાઈટ્સ ઑફ સેવંસ તેમજ જાપાન અને કોરિયામાં વાઈટ ડે ના નામથી ઓળખાય છે. અને આખો ફેબ્રુઆરી મહીના પ્રેમનો મહીનો ગણાય છે. ભારતમાં વેલેંટાઈન ડે ઉજવવાની શરૂઆત સન 1992માં થઈ હતી. જ્યારબાદ તે અહીં પણ ઉજવવાનું શરૂ થઈ ગયું.

વેલેંટાઈન ડે મૂળ રૂપથી સંત વેલેંટાઈનની યાદમાં ઉજવાય છે. પણ સેંટ વેલેંટાઈન વિશે એતિહાસિક રીતે જુદા જુદા મત જોવા મળે છે. 1969માં કેથોલિક ચર્ચના કુળ અગિયાર સેંટ વેલેંટાઈન થવાની પુષ્ટિ કરી હતી અને 14મી ફેબ્રુઆરીએ તેના સમ્માનમાં ઉજવવાની જાહેરાત કરી હતી. તેમાં સૌથી મહત્વપૂર્ણ વેલેંટાઈન રોમના સેંટ વેલેંટાઈન માટે આ દિવસ ઉજવાયછે.

ઑરિયા ઑફ જેકોબસ ડી વૉરૉજિન નામની પુસ્તકમાં પણ સેંટ વેલેંટાઈનનો ઉલ્લેખ કરાયો હતો. જેના મુજબ રોમમાં ત્રીજી સદીમાં સમ્રાટ ક્લાડિયસનો શાસન હતું. તેના મુજબ લગ્ન કરવાથી પુરૂષની શક્તિ અને બુદ્દિ ઓછી થાય છે. તેના કારણે તેણે આદેશ રજૂ કર્યો કે તેનો કોઈ પણ સૈનિક કે અધિકારી લગ્ન કરશે નહી. પણ સંત વેલેંટાઈનએ આ આદેશનું ન માત્ર વિરોધ કર્યો પરંતુ, લગ્ન પણ કર્યા.

આ વિરોધ એક આંધીની જેમ ફેલાઈ ગયું અને સમ્રાટ ક્લાડિયસના બીજા સૈનિકો અને અધિકારીઓએ પણ લગ્ન કર્યા. આ વાતથી ગુસ્સે થઈ ક્લાડિયસએ 14 ફેબ્રુઆરી સન 1269માં સંત વેલેંટાઈનને ફાંસી પર ચડાવી દીધા.

એવું પણ કહેવાય છે કે સંત વેલેંટાઈનએ તેમની મૃત્યુના સમયે જેલરની નેત્રહીન દીકરી જોકોબસને તેમની આંખ દાન કરી હતી અને સાથે જ એક પત્ર પણ લખીને મૂકયો હતો જેમાં અંતમાં તેણે લખ્યું “તુમ્હારા વેલેંટાઈન” સેંટ વેલેંટાઈનના આ નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગે લોકોના દિલ જીતી લીધ હતા. ત્યારથી તેની સ્મૃતિમાં 14 ફેબ્રુઆરીના દિવસે પ્રેમ દિવસ ઉજવાય છે.

વેલેંટાઈન 14 ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે, પણ તેનો ઉત્સાહ મહીનાની શરૂઆતથી જ યુવાનોમાં હોય છે. વેલેંટાઈન ડેના એક અઠવાડિયા પહેલા એટલે કે 7 ફેબ્રુઆરીથી જ વેલેંટાઈન વીકની શરૂઆત થઈ જાય છે. જેનો દરેક દિવસ પ્રેમના પ્રતીક અને તેની થીમ પર આધારિત હોય છે.

7 ફેબ્રુઆરીથી વેલેંટાઈન વીક શરૂ હોય છે. જે 8 ફેબ્રુઆરી પ્રપોજ ડે, 9 ફેબ્રુઆરી ચૉકલેટ ડે, 10 ફેબ્રુઆરી ટેડી ડે, 11 ફેબ્રુઆરી પ્રામિસ ડે, 12 ફેબ્રુઆરી હગ ડે, 13ફેબ્રુઆરી કિસ ડે , 14 ફેબ્રુઆરી વેલેટાઈન ડે સુધી પ્રેમના અનુભવની સાથે ઉજવાય છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *