રમજાન મહિનામાં ઇફ્તાર અને સહરીનીમા ખજુર ખાઈને રોઝા ખોલવામા આવે છે. જો તમે ઇચ્છો તો તમે ખજુરમાંથી મીઠાઈ પણ તૈયાર કરી શકો છો. જે સ્વાદમાં ઉત્તમ રહેશે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે ખજુર અને અંજીર સાથે સ્વાદિષ્ટ બરફી કેવી રીતે તૈયાર કરવી.
બરફી બનાવાની સામગ્રી :-
– ૧૭૫ ગ્રામ અંજીરના નાના ટુકડા કરો
– ૭૫ ગ્રામ ઠળિયા વિનાનો ખજુર
– ૫૦ ગ્રામ કિસમિસ
– ૫૦ ગ્રામ પિસ્તા કાપેલા
– ૫૦ ગ્રામ કાજુ કાપેલા
– ૫૦ ગ્રામ બદામ કાપેલી
– ૪ ચમચી દેશી ઘી
બનાવાની રીત :- સૌ પ્રથમ, અંજીર, ખજૂર અને કિસમિસને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવો. ધ્યાનમાં રાખો ગ્રાઇન્ડીંગ કરતી વખતે પાણી ઉમેરશો નહીં. હવે ગેસ પર કડાઈ મૂકી, તેમાં બે ચમચી દેશી ઘી નાખી કાજુ, બદામ અને પિસ્તાને ફ્રાય કરો હળવા સોનેરી ન થાય ત્યાં સુધી. હવે તે જ તપેલીમાં ઘી નાંખો અને ધીમા તાપે અંજીરની પેસ્ટ નાંખો અને સતત હલાવતા જાવ અને ૭-૮ મિનિટ સુધી ફ્રાય કરો.
આ પછી શેકેલા કાજુ, બદામ અને પિસ્તા ઉમેરો અને હલાવતા સમયે ત્રણથી ચાર મિનિટ માટે ફ્રાય કરો. હવે ગેસ બંધ કરો અને મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટ અથવા સ્ક્વેર ટ્રે પર બરફીની જેમ પાથરી દો અને બે કલાક માટે રહેવા દો. હવે તેને છરી વડે તમારા ઇચ્છિત આકારમાં કાપી લો. હવે તમારી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અંજીર ની બરફી તૈયાર છે.