કન્યાની એક ઈચ્છા પૂરી કરવા માટે તેના સાસરિયાઓએ પાણીની જેમ વહાવ્યા પૈસા….

News

લગ્નનું નામ સાંભળતા જ કેટલાક લોભી લોકોના મગજમાં દહેજ શબ્દ ગુંજવા લાગે છે. લોકો દીકરીના પિતા પાસેથી ટીવી-ફ્રિજથી લઈને ગાડી સુધીનું જાણે શું શું માંગે છે. જો કે, દહેજના લોભી બધા લોકો નથી હોતા. કેટલાક છોકરાવાળા એવા પણ હોય છે કે જે ફક્ત કન્યાની ખુશી માટે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે.

હવે રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકથાણા વિસ્તારમાં આવેલા લાખા ગામની નંગલનો આ કેસ લો. અહીં સસરાએ તેની ભાવિ પુત્રવધૂની ઇચ્છા પૂરી કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા. ખરેખર કન્યાએ આજદિન સુધી કોઈ હવાઈ મુસાફરી કરી નહોતી. તે એકવાર હવામાં મુસાફરી કરવા માંગતી હતી. તેની ઈચ્છા પૂરી કરવા માટે સાસરિયાઓએ 3 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું. આ પછી, આ જ હેલિકોપ્ટરમાં કન્યાની વિદાય થઇ હતી.

નાંગલમાં રહેતા ટાઇલ્સ કોન્ટ્રાક્ટર કૃષ્ણ કુમારનો પુત્ર રાહુલ કુમાર સેનામાં ક્લાર્ક છે. તાજેતરમાં જ તેણે સરદારપુરા ગામના નિવૃત્ત સૈન્ય અધિકારી વિરેન્દ્ર કુમારની પુત્રી મોનિકા સાથે સગાઇ કરી હતી. 2020 માં બંનેના લગ્ન થવાના હતા, પરંતુ લોકડાઉનને કારણે આવું થઈ શક્યું નહીં. રાહુલને તે સમયે લોકડાઉનમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ન હતો. આને કારણે તેમના લગ્નમાં વિલંબ થયો.

આ દરમિયાન રાહુલ અને મોનિકા વચ્ચે ફોનથી વાતચીત થતી હતી. એકવાર રાહુલે મોનિકાની ઇચ્છા પૂછતાં મોનિકાએ જવાબ આપ્યો કે તેણે આજ સુધી કોઈ હવાઈ મુસાફરી કરી નથી. અને તે હવાઈ મુસાફરી કરવા માંગે છે. બાદમાં રાહુલે મોનિકાની ઇચ્છા વિશે તેના ઘરના લોકોને માહિતી આપી. આ પછી મોનિકાના સાસરિયાઓએ કન્યાના લગ્ન માટે દિલ્હીથી હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું.

હેલિકોપ્ટર લીમકા પોલીસ સ્ટેશનના લાખાના નાંગલથી ખેત્રીના સરદારપુરા સુધીની 12 કિલોમીટરની સફર પૂર્ણ કરવાના હતા. આ માટે હેલિકોપ્ટર વાળાએ 3 લાખ રૂપિયાનું ભાડું લીધું હતું. રાહુલે મોનિકાને આ વાતનો અહેસાસ પણ થવા દીધો ન હતો. આ તેના માટે સરપ્રાઈઝ હતું. ત્યારબાદ બંનેએ 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યાં. બીજા જ દિવસે જયારે વિદાયમાં હેલીકૉપટર આવ્યું તો મોનિકા ખુબ જ ખુશ થઇ હતી.

રડતા-રડતા પરિવારને અલવિદા કહેતી હતી અને તે વખતે મોનિકાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. આ પછી, તે ખુશીથી હેલિકોપ્ટરમાં બેઠી અને તેના સાસરામાં ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગામમાં હેલિકોપ્ટર ઉતારવા માટે એક વિશેષ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું હતું.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.