સાળીએ કર્યા જીજા સાથે લગ્ન, આ સત્ય ઘટના વાંચીને તમારી આંખોમાં આંસુ આવી જશે…

Story

આ વાત છે કોમલ સાવલિયા ની. જે જેતપુર ની પ્રતિષ્ઠિત કોલેજ મા અભ્યાસ કરી રહી હતી. કોમલ ના પિતા ચન્દુભાઇ સાવલિયા નવાગઢ મા પોતાની ચાર પુત્રીઓ સાથે વસવાટ કરતા હતા. કોમલ તેમના પરિવાર મા સૌથી નાની અને સૌની લાડકી. હવે એ વાત તો સ્વભાવિક છે કે કોલેજ મા ભણતી યુવતીઓ એના ભવિષ્ય ના જીવનસાથી વિશે લાખો સ્વપ્ન ગૂથતી હોય છે.

કોમલ પણ પોતાના જીવનસાથી કેવો હશે તેના અંગે પોતાની સહેલીઓ સાથે ચર્ચા કરતી. કોમલ ને તેના સ્વપ્ન નો રાજકુમાર અવશ્ય મળશે તેવી બધા ને ખાતરી હતી. બે વર્ષ પૂર્વે જ કોમલ ના પિતા નુ દુ:ખદ મૃત્યુ થયુ. જાણે કે પ્રભુ કોઇ કડી પરિક્ષા લેતો હોય તેમ તેમના જીવન મા આ દુ:ખદ ઘટના બની.

હજુ તો આ ઘટના વીતી કે ના વીતી ત્યા જ કોલમ ની બહેન તેના પુત્ર સ્મિત સાથે નવાગઢ આવી રહ્યા હતા ને રસ્તા મા જ ગંભીર અકસ્માત મા મૃત્યુ પામ્યા. આ એકસીડન્ટ મા સ્મિત નો જમણો હાથ કપાઇ ગયો. આવા કાળજુ પણ થરથરાવી દે તેવા બે ઘટનાક્રમ થયા બાદ શુ કરવુ તેનુ કઇ જ નિરાકરણ નહોતુ મળતુ.

સ્મિત ના પિતા ભાવેશભાઇ તેને ખૂબ જ વહાલ કરતા હતા પરંતુ , સ્મિત માટે મા નો પ્રેમ કયા શોધવા જવો? ભાવેશભાઇ ની ઉંમર પણ એટલી વધુ હતી કે તેમના બીજા લગ્ન પણ શક્ય ના હતા તથા એ વાત ની શુ ગેરંટી કે આવનાર નવી મા સ્મિત ની યોગ્ય કાળજી લેશે.

જો સ્મિત ને મા નો વહાલ ના મળે તો તેનુ ભાવિ અંધકારમયી બની જાય ? પરંતુ , શુ કરવુ તેના વિશે કોઇ ને કઇ સમજાતુ નહોતુ ? આવી કઠોર પરિસ્થિતિ મા કોમલ દ્વારા જે નિર્ણય લેવાયો તે કોઇ ભાગ્યે જ લઇ શકે તેના માટે વિશાળ કલેજા ની જરૂર પડે છે.

કોમલે પોતાના ઘર ના બધા જ સદસ્યો ને પોતાના નિર્ણય વિશે જણાવ્યુ અને મંજૂરી માંગી કે , ‘હુ સ્મિત ની માસી છુ અને સ્મિત મને ખૂબ જ વહાલો છે જો કોઇ ને આપતિ ના હોય તો હુ તેને મા નો પ્રેમ આપવા માગુ છુ.’ કોલમ ના આ નિર્ણયે ભલભલા ના હૃદય થરથરાવી નાખ્યા.

બધા એ કોમલ ને સમજાવ્યુ કે , ‘ તુ હોશ મા તો છો ? તુ શુ કહી રહી છો ? તને ખ્યાલ છે આ તારા સંપૂર્ણ જીવન નો સવાલ છે’ ત્યારે કોમલ સહજતાપૂર્વક સૌ ને સમજાવે છે કે , ‘હુ નાની છુ એનો અર્થ એવો નથી કે હુ અણસમજુ છુ એવું જરાય પણ ના સમજતા. હુ આ બધી વાત ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર્યા બાદ જ આપની સમક્ષ રજૂ કરુ છુ.

આ નિર્ણય થી હુ મારા સ્મિત નુ એક ઉજ્જવળ ભવિષ્ય ઘડીશ ‌અને રહી વાત ઉંમર ના તફાવત ની તો તેના માટે કોમલ પ્રભુ શિવ અને માતા પાર્વતી નુ દ્રષ્ટાંત આપે છે ‌ને કહે છે કે જો તમે બધા મારી સાથે રહેશો તો બધી જ સમસ્યાઓ હસી-ખુશી થી નિપટાવી લેશુ. ખૂબ જ લાંબી ચર્ચા-વિચારણા બાદ પરિવાર ના બધા સભ્યો એ કોમલ ના આ નિર્ણય ને મંજૂરી આપી.

બધા ની સહમતી બાદ ગયા ડિસેમ્બર માસ મા કોમલ અને ભાવેશભાઇ લગ્નગ્રંથિ એ જોડાયા. આ લગ્ન ની વિશેષતા એ હતી કે સ્મિત આ બધુ પોતાની આંખે નિહાળી રહ્યો હતો.

મિત્રો હાલ ના આધુનિક જમાના મા માણસ પોતાના સિવાય અન્ય કોઇ વિશે અરે અન્ય કોઇ ની કયા વાત કરી એ પરંતુ પોતાના સગા મા-બાપ વિશે પણ નથી વિચારતા.

ત્યારે આ કળિયુગ મા કોમલે આ પગલુ ભરી ને સમાજ ના અન્ય લોકો ને શીખ આપી કે જે હાલ ની યુવતીઓ લગ્ન પછી જરા પણ એડજેસ્ટ થવા માટે તૈયાર નથી થતી તેમના માટે કોમલે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. આજ ની યુવતીઓ ને કોઇ કોમલ જેવો ત્યાગ કરવા નુ તો નથી કહેતુ પરંતુ પ્રભુ એ જે આપ્યુ છે ને તે સારી રીતે સાચવી લે તો પણ ઘણુ.

લેખક:- શૈલેષ સગપરીયા

Leave a Reply

Your email address will not be published.