શાસ્ત્રો પ્રમાણે ઘરમાં હનુમાનજીની આવી તસ્વીર યોગ્ય દિશામાં લગાડવાથી જીવનમાં સુખ અને સપંત્તિ મળશે…

Dharma

જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર મુકવામાં આવે તો જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં એવા ઘરમાં હંમેશા હનુમાનજીનો વાસ રહે છે. એવા ઘરમાં હંમેશા હનુમાનજીની કૃપા દ્રષ્ટ્રિ રહે છે. હનુમાનજી જલદી પ્રસન્ન થઈ જવા વાળા દેવતા છે. એ જ કારણ છેકે, હનુમાનજીના ભક્તોની સંખ્યા ખુબ જ વિશાળ છે.

વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર મુકવામાં આવે તો ઘરમાંથી નેગેટિવ એનર્જી હંમેશા માટે દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ હનુમાનજીની તસવીર હંમેશા દક્ષિણ દિશાની તરફ હોવી જોઈએ. આ દિશા હનુમાનજીની તસવીર મુકવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હનુમાનજીએ પોતાની શક્તિઓનો સૌથી વધુ પ્રભાવ દક્ષિણ દિશામાં દેખાડ્યો હતો.

દક્ષિણ દિશાથી આવનારી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓને દૂર કરવા માટે ઘરમાં હનુમાનજીની બેસેલી તસવીર રાખવી જોઈએ. તેથી ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજીની બેઠેલી મુદ્રામાં લાલ રંગની તસવીર જરૂર લગાવો.

વાસ્તુશાસ્ત્રની માનીએ તો પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર જે ઘરમાં જે ઘરમાં હોય છે ત્યાં પ્રગતિના માર્ગામાં આવનારી તમામ અડચણો આપમેળે જ દૂર થઈ જાય છે. અને તેવા ઘરમાં સતત ધન અને વૈભવની વૃદ્ધિ થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવાથી ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશી શકતી નથી.

જે ઘરમાં કીર્તન કરતા હનુમાનજીની તસવીર લગાવેલી હોય છે તે ઘરમાં પરિવારના સભ્યોમાં પ્રેમ અને આંતરીક સુમેળ બન્યો રહે છે. ઘરમાં શ્રી રામના ચરણોમાં બેસેલાં હનુમાનજી અથવા કીર્તન કરતા હનુમાનજીની તસવીર જરૂર રાખવી જોઈએ. ઘરમાં આવી તસવીર રાખવી ખુબ જ શુભ મનાય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પર્વ ઉઠાવતા હનુમાનજીની તસવીર રાખવાથી આપનામાં અને આપના પરિવારના સભ્યોની સાહસિક વૃત્તિમાં વધારો થશે. ધંધા-રોજગારનો વિકાસ થશે. તમે દરેક પડકારને પહોંચી વળશો. આ ઉપરાંત જો તમારા ઘરમાં ઉડતા હનુમાનજીની તસવીર લગાવવામાં આવે તો ચોક્કસથી પ્રગતિ થાય છે. તમારા ધાર્યા કામો પાર પડે છે અને દરેક કામમાં સફળતા મળે છે એવી માન્યતા છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.