તમારા ફેફસાં કેટલા સુરક્ષિત છે એ જાણવા માટે ઘરે કરો આ એક કામ….

Life Style

કોરોના વાયરસ આખા દેશમાં હાહાકાર ફેલાવી રહ્યો છે. લાખો લોકો તેના સંક્રમણના ભોગ બન્યા છે. કોરોના મહામારીના કારણે દરરોજ હજારો લોકોના અવસાન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને દવાખાનામાં જગ્યા નથી મળતી. અને ઓક્સિજનની તંગીને લઈને પણ ઘણી સમસ્યાઓ છે. કોરોનાને કારણે અવસાન પામતા લોકોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.

આજે તો લગભગ નાનાથી લઈને મોટા સુધી દરેક લોકોને જાણ છે કે કોરોના વાયરસ લોકોના ફેફસાં પર વધુ અસર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, જે લોકો ઘરે ક્યુરેન્ટાઇન છે, તેઓને 6 મિનિટની વોક ટેસ્ટ કરવા માટે નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

ડોકટરો માને છે કે ઘરે આ પરીક્ષણ કરવાથી તમે તમારા ફેફસાંનું સ્વાસ્થ્ય અને શરીરમાં ઓક્સિજનનું સ્તર પણ માપી શકો છો. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં, લોકો ઘરે રહે છે અને દિવસમાં 3-4 વખત તેમના ઓક્સિજન લેવલની તપાસ કરે છે. આ કરવાથી તમારા ફેફસાં આ વાયરસથી પ્રભાવિત થઈ રહ્યા છે કે નહીં, એ જાણી શકાય છે.

ડોકટરોના મતે, જો તમે ઘરે અલગ રૂમમાં રહો છો અને સારવાર લઈ રહ્યા છો. આવી સ્થિતિમાં, તમે ઘરે બેઠા તમારા સ્વાસ્થ્યને ચકાસી શકો છો. આ માટે, તમે 6 મિનિટની વોક ટેસ્ટ કરી શકો છો. આ માટે, તમે પ્રથમ ઓક્સિમીટરથી ઓક્સિજનનુ લેવલ તપાસો અને પછી 6 મિનિટ સુધી ઉભા રહ્યા વિના સામાન્ય ગતિએ ચાલો.

6 મિનિટ પછી, ફરી એકવાર તમારા ઓક્સિજનનું લેવલ તપાસો જો ઓક્સિજનનું લેવલ 3-4 અંકોથી નીચે જાય, તો તમારે વિશેષ કાળજી લેવાની જરૂર છે. અસ્થમાના દર્દીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ પરીક્ષણ ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.