🍵 હેલ્દી અને સ્વાદિષ્ટ મગનો સૂપ – મગ ચલાવે પગ

Recipe

આપણે સૌ જાણીએ છીએ કે મગ એક ખૂબ જ પૌષ્ટિક આહાર છે .આ કોરોના મહામારીમાં પણ ડોક્ટરો મગ નુ જ વધારે સેવન કરવાનું કહે છે. અને જે લોકોને વજન ઉતારવું હોય એ લોકો પણ મોંગ હોંશે હોંશે ખાઇ શકે છે.

1-સૌપ્રથમ એક વાડકી મગ ને પાંચથી છ કલાક માટે પલાળી ને રાખવા.

2-ત્યારબાદ એક કૂકરમાં આ પલાળેલા મગ સરખી રીતે ધોઈ નાખવા તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરો સ્વાદ મુજબ મીઠું બે લીલા સમારેલા મરચાં અને અડધી ચમચી હળદર નાખી ત્રણ whistle બોલાવી લો.

3- કૂકર ઠંડું થઈ જાય ત્યારબાદ કુકર ને ખોલી મગ સરખા બફાયા છે કે નહીં તે જોઈ લેવું ,મગ બફાઇ ગયા હોય તો તેની અંદર બ્લેન્ડર થોડીવાર માટે ફેરવી દેવુ.આમ કરવાથી મગ સરસ રીતે ક્રશ થઈ જશે.

4-ત્યારબાદ એક કાણાવાળા વાડકામાં આને નાખી દેવું અને ચમચીથી સરખી રીતે ગાળી લેવું જેથી મગ ના છોતરા નીકળી જશે.

5-ત્યારબાદ એક કડાઈમાં આ જે સૂપ તૈયાર થયો છે તેને મધ્યમ flame ઉપર ગરમ કરવા મૂકો તેની અંદર ઝીણા સમારેલી કોથમીર અને એક ચમચી શેકેલું જીરું પાવડર નાખો ત્રણથી ચાર મિનિટ ઉકાળી લો.

6-ગેસ બંધ કરી દો અને તેની અંદર બે ચમચી લીંબુનો રસ ઉમેરી દો, તૈયાર છે આપણો healthy મગનો સૂપ.

રેસિપી:- રીધ્ધી પટેલ

Leave a Reply

Your email address will not be published.