મહાભારતમાં છુપાયેલી છે આટલી બધી ટેકનોલોજી, શું તમે જાણતા હતા ?

Spiritual

યુવાનોને મોટે ભાગે ધર્મની વાતો ન ગમવા પાછળનું કારણ તેમાં મોટાભાગે ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ચમત્કારો હકીકતમાં તે સમયના એડવાન્સ લેવલના સાયન્સ અને ટેક્નોલોજી ના પ્રતાપે શક્ય બન્યા હતા. મહાન ભૌતિક વૈજ્ઞાનીક નિલ્સ બોહરે એક વાર કહેલું કે “મને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તેને ઉકેલવા હું ઉપનિષદોનો સહારો લઉં છું.

આજથી લગભગ 5000 વર્ષ પહેલાં કૌરવો અને પાંડવો વચ્ચે રાજગાદી બાબતે થયેલા વિવાદને લીધે યુદ્ધ થયું હતું. આ સમગ્ર યુદ્ધનું વર્ણન એટલે મહાભારત. જે ૧૮ દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં ચાલ્યું હતું. આ દરેક દિવસોને અલગ અલગ પર્વોમાં વર્ણવવામાં આવ્યા છે. જેમાં સમગ્ર યુદ્ધ અને એ સમયનું વર્ણન ખુબ જ બારીકાઈથી થયેલું છે. 

મહાભારત એક લાખ સંસ્કૃત શ્લોકો ધરાવતો વિશાળ ગ્રંથ છે. આથી તે મહાકાવ્ય તરીકે ઓળખાય છે.

મહાભારતના સમયગાળા દરમિયાન એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, ન્યુક્લિયર પાવર ટેકનોલોજી, મેડિકલ સાયન્સ, એમ્બ્રીઓલોજી, જીનેટિક્સ, ટેસ્ટટ્યુબ બેબી, આઈ.વી.એફ. ટેકનોલોજી, જાતિ નિર્ણાયક પદ્ધતિ, કલોનિંગ, ફલિત અંડકોષનું ગુણન, સર્જરી, નરી આંખે ન જોઈ શકાય એવા બેક્ટેરિયા અને વાઇરસો, ઓપ્થેલમોલોજી, સ્પેસ ટ્રાવેલ, કૃત્રિમ ગર્ભાધાન જેવી ઘણીબધી અલ્ટ્રા મોર્ડન ટેકનોલોજી વિશે લોકો જાણતા હતા.

મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવો પાંસે ૭ અક્ષૌહિણી જ્યારે કૌરવો પાંસે ૧૧ અક્ષૌહિણી સેના હતી. એક અક્ષૌહિણી સેના ૨૧,૮૭૦ રથ, ૨૧,૮૭૦ ગજસવાર (હાથી પર બેસીને લડતાં યોદ્ધા) , ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ (જમીન પર લડતાં યોદ્ધા) ધરાવે છે. આમ અક્ષૌહિણી સેના એટલે કુલ બે લાખ અઢાર હજાર સાતસો (૨,૧૮,૭૦૦) યોદ્ધા વડે બનતી સેના. હવે, ગણતરી મુજબ જોઈએ તો પાંડવો પાંસે ૭ અક્ષૌહિણી સેના હતી એટલે ૨,૧૮,૭૦૦*૭= ૧૫,૩૦,૯૦૦ યોદ્ધા. જ્યારે કૌરવો પાંસે ૧૧ અક્ષૌહિણી સેના હતી એટલે ૨,૧૮,૭૦૦*૧૧= ૨૪,૦૫,૭૦૦ યોદ્ધા. આમ, મહાભારતના યુધ્ધમાં ઓગણચાલીસ લાખ, છત્રીસ હજાર, છસો (૩૯,૩૬,૬૦૦) યોદ્ધાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮ પાંડવોમાંથી – કૃષ્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, યુયુત્સુ અને સત્યાકી; જ્યારે ૪ કૌરવોમાંથી – કૃતવર્મા, અશ્વત્થામા, કૃપાચાર્ય અને વરિષ્કેતુ એમ કુલ ૧૨ યોદ્ધાઓ જ જીવિત રહ્યા હતાં.

હવે સવાલ એમ થાય કે ૩૯,૩૬,૬૦૦ માંથી ફકત બાર જ યોદ્ધાઓ જીવીત રહ્યા અને ૩૯,૩૬,૫૮૮ યોદ્ધા મૃત્યુ પામ્યા. તો શું ફકત તલવાર અને તીર કમાન વડે ૧૮ દિવસમાં ૩૯,૩૬,૫૮૮ યોદ્ધા મૃત્યુ પામી શકે? શક્ય જ નથી. મહાભારતમાં થયેલ વર્ણનને ફકત ધાર્મિક રીતે ન જોતાં જો આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ તો ખ્યાલ આવે કે મહાભારતના સમયગાળા દરમિયાન અત્યારના મોર્ડન યુગ કરતા પણ ક્યાંય વિશેષ ટેકનોલોજી હતી. જેને અત્યારે આપણે ફકત ચમત્કાર કે પછી કલ્પના ગણીએ છીએ. આવા ગ્રંથોને વિજ્ઞાનની દૃષ્ટિએ જોતાં તેમાંથી ઘણી બધી ટેકનોલોજી મળી આવે છે. 

મહાભારતમાં વપરાયેલા વિવિધ શક્તિશાળી અસ્ત્રો શસ્ત્રોને આપણે મોર્ડન ટેકનોલોજી મુજબ સામૂહિક વિનાશ માટેના શસ્ત્રોની (WMD – Weapons of Mass Destruction) કેટેગરીમાં મૂકી શકીએ. મોટેભાગે તેમાં મંત્રિકા ટેકનોલોજી એટલે કે મંત્ર વડે ચાલી શકતા શસ્ત્રો વપરાતાં હતાં. આ મંત્ર વડે ચાલતાં શસ્ત્રો વડે ભયંકર નાશ કરવાની વાત ગળે ઉતારવી થોડી મુશ્કેલ લાગે. ચાલો આપણે વિજ્ઞાન વડે તેને સમજીએ. આ મંત્રો એટલે આધુનિક ભાષામાં પાસવર્ડ. આવા દિવ્યાસ્ત્રોનો ઉપયોગ મંત્રોના યોગ્ય ઉચ્ચારણ દ્વારા જ કરી શકાય. આપણે જાણીએ છીએ કે અવાજ એટલે કે ધ્વનિ પણ ઊર્જાનું એક સ્વરૂપ છે. આમ ચોક્કસ ઉચ્ચારણ દ્વારા ચોક્કસ ફ્રિકવન્સી ધરાવતો અવાજ ઉત્પન્ન કરીને યોગ્ય દિવ્યાસ્ત્ર ને એક્ટિવેટ કરવા માટેની ટેકનોલોજી એ જમાનામાં હતી. મિકેનિકલી કે પછી કોમ્પ્યુટર વડે અસ્ત્રો તો કોઈ પણ વાપરી શકે. જો તે કોઈ દુષ્ટ વ્યક્તિના હાથમાં આવી જાય તો તે નાસમજાઈમાં ઘણું બધું નુકશાન કરી શકે. પરંતુ મંત્રો વડે એક્ટિવેટ થઈ શકતાં અસ્ત્રો કોઈ દુષ્ટ વ્યક્તિના હાથમાં આવી જાય તો પણ તેનો તે ઉપયોગ કરી શકતું નથી. 

ઓગણીસમી સદીના અંત સુધી આધુનિક વિજ્ઞાનને ન્યુક્લિયર રેડીએશન વિશે ખ્યાલ જ ન હતો. ઇ.સ. ૧૮૯૬ માં હેન્રી બેક્વેરલ નામના વૈજ્ઞાનિકને સૌ પ્રથમ વખત રેડિયો એક્ટિવીટીનો ખ્યાલ આવ્યો. ત્યાં સુધી આપણે મહાભારતમાં વપરાયેલ અસ્ત્રોને કલ્પના માત્ર માનતા હતા. ન્યુક્લિયર રેડીએશનની શોધ પછી આપણે મહાભારતમાં કરવામાં આવેલા વર્ણનોને ગંભીરતા પૂર્વક લેવાનું શરૂ કર્યું. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં પણ ઘણા બધાં એવા વર્ણનો જોવા મળે છે જેને અત્યાર સુધી આપણે ફકત ચમત્કાર કે કલ્પના જ માનતા હતા. પણ હવે જેમ જેમ મોર્ડન ટેકનોલોજી વિકસતી જાય છે તેમ તેમ આપણને આ વર્ણનો પાછળનો ભેદ મળતો જાય છે. 

આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હવે આપણને અંદાજ આવ્યો છે કે મહાભારકાળમાં ન્યુક્લિયર વેપન્સોનો ઉપયોગ થયો હતો. આ વાતના પ્રૂફ આપણને દિલ્હી યુનિવર્સિટીમાં ફિઝિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. એસ. કે. ત્રીખાના રિસર્ચ પેપરમાંથી મળે છે. તેમણે આ રિસર્ચ પેપર ૧૧ ઑક્ટોબર થી 15 ઑક્ટોબર ૧૯૯૫માં આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનના સિલ્વર જ્યુબલી કાર્યક્રમમાં રજૂ કર્યો હતો. તેમના કહેવા મુજબ મહાભારતનું યુદ્ધ જ્યાં થયું હતું એવા કુરુક્ષેત્રના મેદાનમાં શોધખોળ કરતાં કેટલાક એવા પ્રદેશો મળ્યા જ્યાં સામાન્ય પ્રદેશો કરતાં અઢી (૨.૫) ગણી વધારે રેડિયો એક્ટિવીટી જોવા મળી હતી. હવે વિચાર કરો કે મહાભારતના યુધ્ધના અંદાજીત 5000 વર્ષ પછી પણ જો અઢી ગણી વધારે રેડિયો એક્ટિવીટી જોવા મળતી હોય તો એ સમયગાળામાં કેટલા ભયંકર શસ્ત્રો વપરાયા હશે.

મહાભારતનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરતા તેમાંથી પાર્થેનોજીનેસિસના ઉદાહરણો પણ મળી આવે છે. પાર્થેનોજીનેસિસ એટલે નર જનનકોષ સ્પર્મ વગર ફકત માદા જનનકોષમાંથી જ બાળકનો જન્મ થવો. પાર્થેનોજીનેસિસની આ પદ્ધતિ મધમાખી, કીડી અને કેટલાક પક્ષીઓમાં જોવા મળે છે. એક થિયરી મુજબ પાંડવોનો જન્મ પણ કંઇક આ રીતે. જ થયો હતો.

મહાભારતમાં કર્ણ નો જન્મ કવચ સાથે થયો હતો. આ કવચ તેને કોઈ પણ પ્રકારના ભયંકર પ્રહાર સામે રક્ષણ આપતું હતું. કાચબાના શરીરની ઉપર આવેલ કઠણ સ્તર આનું ઉત્તમ ઉદાહરણ છે. જે તેને બાહ્ય ફેરફારો સામે રક્ષણ આપે છે.  હવે મોર્ડન ડે વૈજ્ઞાનિકો આપણા જનીનમાં ફેરફાર કરીને આવું જ રક્ષણાત્મક આવરણ બનાવવાની કોશિશ કરે છે. 

ચાલો હવે સમજીએ ગાંધારીના સો પુત્રો પાછળનું રહસ્ય. નર અને માદા જનનકોષના ફલન બાદ ઉત્પન્ન થતાં ગર્ભમાં કોષવિભાજન થાય છે. જે ત્યારબાદ સંપૂર્ણ શરીર તરીકે વિકાસ પામે છે. વ્યાસમુની ભ્રૂણ વિદ્યા એટલે કે એમ્બ્રીઓલોજી જાણતા હતા. તેમણે ફલન બાદ ગર્ભને ગાંધારીના શરીરની બહાર પ્રસ્થાપિત કર્યો અને ત્યારબાદ કોષવિભાજનના અંતે તેમણે અલગ અલગ ૧૦૦ કોષોને પોષકતત્વો ધરાવતા ઘૃતકુંભમાં સ્થાપિત કર્યા. આ દરેક કોષોને પોષકતત્વો ધરાવતું માધ્યમ અને યોગ્ય વાતાવરણ મળતાં તે સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામ્યા. આમ ગાંધારીએ ૧૦૦ કૌરવોને જન્મ આપ્યો હતો. 

સુભદ્રા જ્યારે ગર્ભવતી હતી ત્યારે અર્જુન તેના પુત્ર અભિમન્યુને ચક્રવ્યૂહ કેવી રીતે ભેદવો તે શિખડાવે છે. આ વાત તો તમે સાંભળી હશે. આ વાત ગળે ઉતારવી થોડીક અઘરી લાગે. ‘રાઇટ બ્રેઇન એજયુકેશન ડ્યુરિંગ ઇન્ફેન્સી’ નામના પુસ્તકમાં વિશ્વ પ્રખ્યાત ડો. માકોટો શિચિદાના કહેવા મુજબ સગર્ભાવસ્થા દરમિયાન જમણું મગજ વધારે એક્ટિવ હોય છે. તેમણે જાપાનમાં ૩૫૦ થી પણ વધુ બાળકો માટેના ટ્રેનીંગ સેન્ટર ખોલ્યા છે. વધુમાં તે કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં વિશેષ સંવેદનાત્મક સમજ (Extra Sensory Perception – ESP) વધુ હોય છે જેને લીધે બાળક માતાના ગર્ભમાં પણ શીખી શકે છે. પણ જો યોગ્ય પધ્ધતિનો ઉપયોગ કરીએ તો. ગર્ભસંસ્કાર એમાંની જ એક વિદ્યા છે જેના દ્વારા ગર્ભાવસ્થાથી જ બાળકના ઉછેરનું ધ્યાન રાખવામાં આવે છે.

૧૬ જુલાઈ ૧૯૪૫ ના રોજ ન્યુ મેક્સિકોમાં જ્યારે સૌ પ્રથમ વખત ન્યુક્લિયર બોમ્બનું પરીક્ષણ થયું ત્યારે વૈજ્ઞાનીક જે. ઓપન હાઈમર ન્યુક્લિયર બોમ્બ ના ધડાકાને જોઈને ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયનો બત્રીસમો શ્લોક “कालोऽस्मि लोकक्षयकुत्प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः । ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥” ને યાદ કરીને ભગવાન કૃષ્ણએ અર્જુનને કહેલ સંવાદ “હવે હું મૃત્યુ છું, સંસારનો વિનાશ કરનાર” બોલી ઉઠ્યા હતા.

ઉપર જણાવેલા વિવિધ તથ્યો જો આજથી સો વર્ષ પહેલાં જણાવ્યા હોત તો તે કપોળ કલ્પિત વાત જ લાગે. પણ હવે જેમ જેમ મોર્ડન સાયન્સ આગળ વધ્યું છે તેમ આપણે આ વાતને વૈજ્ઞાનિક અભિગમથી સમજતા થયા છીએ. યુવાનોને મોટે ભાગે ધર્મની વાતો ન ગમવા પાછળનું કારણ તેમાં મોટાભાગે ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ચમત્કારો હકીકતમાં તે સમયના એડવાન્સ લેવલના સાયન્સ અને ટેક્નોલોજી ના પ્રતાપે શક્ય બન્યા હતા. મહાન ભૌતિક વૈજ્ઞાનીક નિલ્સ બોહરે એક વાર કહેલું કે “મને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તેને ઉકેલવા હું ઉપનિષદોનો સહારો લઉં છું.”

Leave a Reply

Your email address will not be published.