લોકડાઉનમાં પોલીસે જોયો મહાદેવનો એક મોટો ચમત્કાર !

અકાળ મુત્યુ એ મરે જે કામ કરે ચંડાલનું, કાળ પણ એનું કઈ ન બગાડી શકે, જે ભક્ત હોય મહાદેવના !

મહાદેવ ખુબજ ભોળા છે, જે એમના ભક્તોથી તરત જ પ્રસન્ન થઇ જાય છે અને તેમની રક્ષા માટે હંમેશા તેમની સાથે હોય છે, જેનો પુરાવો હાલમાં જ બનેલી એક ઘટના પરથી મળે છે જ્યાં મહાદેવએ પોતાના સાચા ભક્તને બચાવવા મોટો ચમત્કાર દેખાડ્યો જે સાંભળીને દરેક વ્યક્તિ હેરાન થઇ ગયા અને શિવ ભક્તિમાં લીન થઇ ગયા.

મિત્રો આજે અમે તમને એક એવી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છે જે સાંભળીને તમે બોલી ઉઠશો હર હર મહાદેવ, આજે જયારે આખીદુનિયા કોરોના મહામારીથી લડી રહી છે અને દરેક વ્યક્તિને સુરક્ષિત રહેવાની સલાહ અને તકેદારી રાખવામાં આવી રહી છે, કોરોના સંક્રમિત લોકોની સારી રીતે સંભાળ રાખવામાં આવી રહી છે જેથી તેને બચાવી શકાય પણ છતાં કેટલાય લોકોને પોતાના જીવ ગુમાવ્યા છે, આવા સમયમાં આપણા સમાજના રીઅલ હીરો એવા ડોકટરો અને પોલીસ જવાનો પોતાના જીવના જોખમે, પોતાના પરિવારને છોડીને ખુબજ મહેનત અને ઈમાનદારીથી પોતાની ફરજ પુરી કરી રહ્યા છે, આવા સમયની વચ્ચે જયારે લોક ડાઉન ચાલુ હતું ત્યારે એક મહાદેવનો ચમત્કાર જોવા મળ્યો હતો, આવી ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી.

ખરેખર આ ઘટના મુંબઈમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા સંજય જી તાવડે સાથે બની હતી, તેઓએ જણાવ્યું હતું કે તે શિવભક્ત છે! એક દિવસ હું રોજની જેમ સવારે ઉભો થયો, સ્નાન કરીને તૈયાર થઈ આ કોરોનાના વાતાવરણમાં મારી પોલીસ ફરજ બજાવવા નીકળી ગયો! ફરજ પર ગયા પછી અમને માહિતી મળી કે ગોરેગાંવના ગોમતીપુરા વિસ્તારમાં એક કેસ સામે આવ્યો છે, જે કોરોના પોઝિટિવ છે, અમને જાણ થતાં જ અમારી પોલીસની એક ટીમે તેને એમ્બ્યુલન્સ લઈને તેને લેવા માટે ગયા ! ગોમતીપુરા પહોંચ્યા પછી, અમે સોશિયલ ડિસ્ટન રાખીને એ વ્યક્તિને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ તરફ જતા હતા.

થોડે દૂર ગયા પછી અમારે એમ્બ્યુલન્સ ઉભી રાખવી પડી અને પોલીસ જીપ પણ ઉભી રહી, અમે એ સ્થળની વ્યવસ્થા જોવા ગયા અને જયારે અમે એમ્બ્યુલસ તરફ પાછા ફર્યા ત્યારે જોયું કે કોરોના પોઝિટિવ એ વ્યક્તિ અચાનક એમ્બ્યુલન્સમાંથી છટકી ભાગી ગયો હતો ! આ ખૂબ જ ચિંતાજનક બાબત હતી કારણ કે જો તે કોરોના સંક્રમિત વ્યક્તિ બીજા લોકોના સંપર્કમાં આવશે છે, તો પછી કોઈને ખબર નહીં પડે અને કેટલાય લોકો કોરોના સંક્રમિત બનશે અને કેટલાય લોકોના જીવ જોખમમાં આવી જશે! આવું વિચારીને, હું મારા બાકીના સાથીઓ સાથે મહાદેવનું નામ લેતાં તેને શોધવા લાગ્યો, તે વ્યક્તિ માત્ર 19 કે 20 વર્ષનો હતો અને ખૂબ જ ઝડપથી દોડતો હતો. હું 35 વર્ષથી વધુ વયનો છું, તેથી થોડો અંતર દોડ્યા પછી મારો શ્વાસ ફૂલવા માંડ્યો પરંતુ 1 કલાક સતત તેની શોધ કર્યા પછી, મેં તેને એક બિલ્ડિંગમાંથી પકડી લીધો.

જ્યારે મેં તેને તેના ભાગી જવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું 20 થી 30 દિવસ સુધી કોરોનટાઇનમાં નહિ રહી શકું, કારણ કે હું ખૂબ જ વ્યસ્ત છું અને મારે ઘણા પૈસા કમાવવા છે ! મેં કહ્યું કે જો તમારો ઇલાજ થશે, તો જ તમારું જીવન બચી શકશે અને તમે જાણશો કે માત્ર ત્યારે જ તમે પૈસા કમાઈ શકશો! પછી મેં તેને એમ્બ્યુલન્સમાં બેસાડ્યો અને મારા સાથી મિત્રો અને એમ્બ્યુલસના ડોકટરો મારી દૂર થઇ ગયા અને તે જ સમયે હું સમજી ગયો કે હવે મારુ પણ પરીક્ષણ કરવામાં આવશે, અને જો હું કોરોના પોઝિટિવ આવીશ તો મારે અને મારા પરિવારને ઘણું સહન કરવું પડી શકે છે! આ વિચારીને, મેં મહાદેવના મંદિર પાસે એક એમ્બ્યુલન્સ અટકાવી અને મહાદેવને પ્રાર્થના કરી કે

મેં તારા દરવાજે મૂકી દીધું છે માથું મારુ, ભાર મારો તમારે ઉપાડવો પડશે, હું સારો છુ કે ખરાબ પણ મહાદેવ તમારે મને બચાવવો પડશે.

આ સાથે મેં મહાદેવને વિનંતી કરી કે હું જો તમારો સાચો ભક્ત હોવ તો મારી રક્ષા કરજો, આ પછી મારો રિપોર્ટ કરવામાં આવ્યો અને મને 15 દિવસ બધાથી અલગ રહેવાનું કહેવામાં આવ્યું અને જ્યાં સુધી મારો રિપોર્ટ ના આવે ત્યાં સુધી મારી વિશેષ કાળજી લેવામાં આવી અને જયારે મારો રિપોર્ટ આવ્યો ત્યારે ડોકટરો સાથે બધા ચોંકી ગયા કારણકે હું કોરોના પોઝિટિવ ન હતો! દરેક વ્યક્તિને આશ્ચર્ય થયું કે કોરોના પોઝિટિવ વ્યક્તિને પકડવા અને તેને સ્પર્શ કર્યા પછી પણ, રિપોર્ટ નકારાત્મક બહાર આવ્યો છે કારણ કે ડોકટરો આટલી કાળજી સાથે કોરોના પોઝિટિવ લોકોની સારવાર કરી રહ્યા છે તેઓ આ ખતરનાક રોગમાંથી બચી શક્યા નહીં! તો પછી આ ચમત્કાર કેવી રીતે થયો પરંતુ હું સમજી ગયો હતો કે આ મારા મહાદેવનો આશીર્વાદ છે, જેના કારણે કોરોનાએ તેને છોડી દીધો! અને એ પછી હું મહાદેવના મંદિરમાં ગયો અને મહાદેવની પૂજા કરીને પ્રાર્થના કરીને તેમનો આભાર માન્યો.

મિત્રો, આ રીતે મહાદેવે પોતાના ભક્તનો જીવ બચાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live