કોર્ટમાં ખુલ્લેઆમ આરોપીએ, મહિલા જજને કહ્યું i Love You, અને પછી જે થયું…જુઓ વિડીયો..

News

કોર્ટમાં પગ મૂકતા જ ભલભલાના હાજા ગગડી જતા હોય છે. જજ સામે મોઢું સુદ્ધા ખુલતું નથી. પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં આરોપી જજ સાથે જ ફ્લર્ટ કરવા લાગે છે.

આ મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે. અહીં એક વ્યક્તિએ એવું કામ કરી નાખ્યું કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. જજને જ ઈમ્પ્રેસ કરવા માટે તેણે જજ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધુ. આ બધુ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન થયું.

ડેમેટ્રિયસ લુઈસ નામના એક વ્યક્તિ પર ચોરીનો આરોપ લાગ્યો હતો. આ મામલે સુનાવણી ચાલુ હતી. લુઈસને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઝૂમ એપ પર સુનાવણી માટે હાજર કરાયો. આ કેસમાં જજ હતા બ્રોવાર્ડ કાઉન્ટના જજ તબિતા બ્લેકમન. અચાનક સુનાવણી દરમિયાન આરોપી જજના વખાણ કરવા લાગ્યો. જજને તેણે ગોર્જિયસ કહ્યું. અને પછી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. જે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા.

જજને કહ્યું I Love You:- વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી જજને કહે છે કે તમે ખુબ સુંદર છો અને I Love You. જજ લુઈસના કમેન્ટ સાંભળીને ચોંકીને તેની સામે જોયા કરે છે. આરોપીની આ હરકત પર જજે કહ્યું કે ચાપલૂસી દરેક જગ્યાએ થઈ શકે છે પરંતુ કોર્ટમાં તે શક્ય નથી.

Leave a Reply

Your email address will not be published.