માલદીવ્સે ભારતીય પ્રવાસીઓ પર મૂક્યો પ્રતિબંધ, રજાની મજા બગડે એ પહેલા પાછા ફર્યા આ સ્ટાર્સ..

Bollywood

બોલિવૂડ સ્ટાર્સનું માલદીવ પર વેકેશન માણવા જવું એ છેલ્લા કેટલાક સમયથી સતત સમાચારમાં આવી રહ્યું છે. શૂટિંગમાંથી સમય મળતા જ વિદેશની રજાઓ પર જતા સેલેબ્સને કોરોનાના સમયગાળામાં પણ ફરવા જવામાં કોઈ વાંધો નથી. ફિલ્મી સિતારાઓ પાસે આ વખતે મર્યાદિત વિકલ્પો હોવાથી મોટાભાગના સેલેબ્રીટી પ્રખ્યાત પર્યટન સ્થળ માલદીવ પહોંચી ગયા હતા. એક પછી એક ફિલ્મી સ્ટાર્સ દરિયાની વચ્ચે આવેલા આ નાના ટાપુ પર રજાઓ ગાળવા માટે પહોંચ્યા હતા.

પરંતુ, હવે માલદીવ્સે ભારતથી માલદીવ જતા તમામ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં કોરોના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. માલદીવ્સે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી આપી હતી, તેમજ આ કડક નિર્ણય પાછળનું કારણ વિશે પણ માહિતી આપી છે. માલદીવની સરકારે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “27 એપ્રિલથી ભારતથી માલદીવની યાત્રા બંધ કરવામાં આવશે. અમે તમારા સમર્થન અને સલામતીને ધ્યાનમાં રાખીને આ કરી રહ્યા છીએ.

માલદીવ સરકારના આ નિર્ણયની અસર બે દિવસ પહેલા જ દેખાવા માંડી છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર 25 એપ્રિલ રવિવારે માલદીવથી પાછા ફર્યા હતા. બંને લવ બર્ડ્સને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.

ટાઇગર શ્રોફ અને દિશા પટની પણ આલિયા અને રણબીર પહેલા મુંબઈ પાછા ફર્યા છે. રવિવારે જ ટાઇગર અને દિશાને મુંબઈ એરપોર્ટ પર પણ જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ભારત સરકારે પસંદગીના દેશોમાં પ્રવાસ પરના પ્રતિબંધોને દૂર કર્યા પછી, વધુ અને વધુ સેલેબ્સ રજા માણવા માલદિવ્સ પહોંચ્યા હતા.

તાપસી પન્નુ, સારા અલી ખાન, જાન્હવી કપૂર, બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર, સોનાક્ષી સિન્હા, પરિણીતી ચોપડા, દીયા મિર્ઝા જેવા અનેક સેલેબ્સે માલદિવ્સમાં વેકેશનની મજા માણી હતી.

શ્રદ્ધા કપૂર બે મહિનામાં જ ત્રણ વાર માલદિવ પહોંચી ગઈ હતી. તો ટાઇગર શ્રોફ પણ તેની હોટ ગર્લફ્રેન્ડ દિશા પટની સાથે બે વાર માલદિવ જઈ આવ્યો છે.

કાશ્મીરના બરફીલા મેદાનોમાં રજા માણ્યા પછી, ક્યારેક જયપુર તો ક્યારેક માલદીવ સારા અલી ખાન પણ થોડા દિવસો પહેલા જ માલદીવથી પાછી ફરી હતી.

માત્ર બોલિવૂડના જ નહીં પરંતુ ટીવી જગતના પણ ઘણા સ્ટાર્સ માલદીવ તરફ વળ્યા હતા. આ તમામ સેલેબ્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

જો કે, આ તમામ સેલેબ્સના માલદીવ વેકેશનને કારણે ઘણો વિવાદ સર્જાયો છે. માલદીવ્સ ગયેલા આ સ્ટાર્સે જેવી તેમની વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો ચાહકોએ તેમને જોરદાર ટ્રોલ પણ કરી દીધા હતા. બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ બોલિવૂડ સ્ટાર્સને માલદીવ વેકેશનની મુલાકાત લેતા અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાની વાતને લઈને આડે હાથે લીધા હતા.

નવાઝે પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વેકેશન પર જવું ખરાબ વસ્તુ નથી પરંતુ આ મુશ્કેલ સમયમાં તેને સોશિયલ મીડિયા પર લોકોને બતાવવું ખૂબ જ ખોટું છે. એક સમાજના જવાબદાર નાગરિક તરીકે, આ સ્ટાર્સએ મોટા થવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.