સ્ત્રી અને પુરુષના શર્ટના બટન કેમ ડાબી અને જમણી બાજુ હોય છે? જાણો રસપ્રદ માહિતી

News

શું તમને ખબર છે કે, મહિલાઓ અને પુરુષોના શર્ટમાં બટનો જુદી જુદી બાજુ પર હોય છે. જો તમે આ વાત પર ધ્યાન ન આપ્યું, તો હવે ધ્યાન આપજો. મહિલાઓના શર્ટમાં બટન ડાબી બાજુ પર હોય છે. જ્યારે પુરુષોના શર્ટમાં બટન જમણી બાજુ હોય છે. હવે તમે વિચારતા હશો કે, આવુ કેમ થાય છે? તો આજે અમે તમને આ લેખના માધ્યમથી મહિલા અને પુરુષોના શર્ટનાં બટન અલગ અલગ બાજુ પર હોવાનું કારણ જણાવીશું.

મહિલાઓ અને પુરુષોના શર્ટમાં બટન અલગ અલગ બાજુ પર હોવા અંગે ઘણા તર્ક લગાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે બટન ખોલવા અથવા બંધ કરવા માટે પુરુષોને ડાબા હાથની જરૂર પડે છે. એટલા માટે તેમના શર્ટની જમણી બાજુએ બટનો હોય છે. બીજી બાજુ, આ કામ મહિલાઓ માટે ઊંધુ હોય છે. એટલા માટે તેમના શર્ટમાં બટન ડાબી બાજુ હોય છે.

શર્ટમાં બટનની સાઈડ અલગ-અલગ હોવા અંગે એક તર્ક એમ પણ આપવામાં આવે છે કે, જૂના સમયમાં મહિલાઓ ઘોડા પર સવારી કરતી હતી અને એટલા માટે તે ડાબી બાજુ બટનવાળા શર્ટ પહેરતી હતી. જેથી હવાના કારણે શર્ટ ખુલી ન જાય. ત્યારથી લઈને આજ દિન સુધી મહિલાઓના શર્ટ અંગેનો કૉનસેપ્ટ આમ જ યથાવત્ રહ્યો છે.

ત્યારથી લઈને મેકર્સે આ પ્રકારની શર્ટ બનાવવાનું શરૂ કરી દીધુ. એવું પણ કહેવામાં આવે છે કે, પોતાના બાળકોને સરળતાથી ગોદીમાં લેવા માટે મહિલાને ડાબા હાથનો ઉપયોગ કરવો પડે છે. જેથી તે જમણા હાથની મદદથી શર્ટના બટન ખોલીને બાળકને સ્તનપાન કરાવી શકે.

સ્ત્રીઓ અને પુરુષોના શર્ટના બટન અલગ અલગ જગ્યા પર હોવા અંગે ઘણી વાતો પણ પ્રચલિત છે. આ વાતો પૈકીની એક નેપોલિયન બોનાપાર્ટ સાથે પણ જોડાયેલી છે. નેપોલિયન બોનાપાર્ટને પોતાનો હાથ શર્ટની અંદર રાખવાનું પસંદ હતુ. તેમને જોઈને ઘણી સ્ત્રીઓએ પણ તેમના જેવી સ્ટાઈલમાં હાથ રાખવાનું શરૂ કરી દીધુ હતુ. આ વાત નેપોલિયનને પસંદ ન આવી અને ફરમાન જાહેર કરી દીધુ કે, હવેથી મહિલાઓના શર્ટમાં બટન સીધાનાં બદલે ઊંધા હાથ પર બટન લગાવવામાં આવશે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.