હવે માત્ર રાત્રે કર્ફ્યુ જ નહીં પણ દિવસે આ સમયે બજારો રહેશે સદંતર બંધ

News

રાજ્યમાં વધતા સંક્રમણને લઇને અલગ-અલગ મહાનગરો અને રાજ્યના ૨૦ શહેરોમાં સરકાર દ્વારા રાત્રિ કરર્ફ્યૂ ની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે રાજ્યના બીજા નાના નગરોમાં પણ આ જ પ્રમાણે રાત્રિ કરર્ફ્યૂના પાલન માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરના સમયમાં પણ બજારો બંધ રાખવા માટે સ્થાનિક તંત્ર નિર્ણય લેવાયો છે.

જેમાં આણંદ નગરપાલિકા દ્વારા પણ આણંદ નગરના બજારો ભીડભાડવાળી જગ્યાઓ બપોરે ચાર વાગ્યાથી બીજે દિવસે છ વાગ્યા સુધી બંધ રહે એ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે.

આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલ પટેલને સાંસદ મિતેષ પટેલ દ્વારા મળેલી સૂચના મુજબ શહેરમાં આવેલા દુકાનો ઓફિસો જીમ જેવી જગ્યાઓ આવતીકાલ તારીખ 9 એપ્રિલથી આવનાર તારીખ 30 એપ્રિલ સુધી બપોરના ચાર વાગ્યાથી જ બંધ કરવાની રહેશે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે આણંદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *