કેટલાક અજ્ઞાની અને મુર્ખ લોકોએ શિવલિંગને શિવના જનનાંગ સાથે જોડી દીધું છે અને લોકો હિંદુ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ જણાવે છે પરંતુ હકીકતમાં…

Dharma

અજ્ઞાની અને મુર્ખ લોકો એ આપણા ધર્મની મજાક બનાવવા માટે શિવલિંગને શિવના જનનાંગ સાથે જોડી દીધું છે. એમજ લોકો હિંદુ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ જણાવે છે પરંતુ હકીકતમાં ૩૩ કોટી (પ્રકાર) ના દેવતા છે. આજે અમે જણાવીશું કે શિવલિંગ નો અર્થ અને તેનો મહિમા શું છે.

શિવલિંગનો અર્થ : શિવ નો અર્થ થાય છે કલ્યાણ કરનારા અને લિંગ નો અર્થ થાય છે બનાવનાર. તેથી શિવલિંગ પૂજામાં આપને આપના સંપૂર્ણ જગતના નિર્માતા સર્વ શક્તિમાન શિવની પૂજા કરે છે. શિવલિંગ ભગવાન શિવની નિરાકાર રૂપ ની મહિમા ને દર્શાવે છે. શિવ આદિ, અનાડી છે અને અંત પણ છે. સંપૂર્ણ જગતનો આધાર છે શિવ. સંપૂર્ણ બ્રહ્માંડ લિંગ રૂપમાં છે અને જલધારી પૃથ્વી છે. શબ્દોના ઘણા અર્થ છે. કોટી નો અર્થ પ્રકાર પણ થાય અને કરોડ પણ થાય છે. એવી જ રીતે લિંગ શબ્દ ના અર્થ પણ ઘણા બધા થાય છે. તેને શિવલિંગ ના સબંધમાં જનનાંગ ના લેવો જોઈએ.

લિંગ નો અર્થ : પ્રતિક, ચિન્હ, નિશાની, ગુણ, સુક્ષ્મ વગેરે છે.

શિવલિંગ સમસ્ત ઉર્જા નો પરિચાયક છે. સંપૂર્ણ બ્રહ્માંડની આકૃતિ શિવલિંગ સમાન છે સમગ્ર સંસારની ઉર્જા શિવલિંગમાં નિહિત છે.

શિવલિંગની મહિમા : શિવની પૂજા શિવલિંગ ના સ્વરૂપે વર્ષો થી થતી આવી છે. રામાયણ અને મહાભારત કાળ માં પણ શિવલિંગ પૂજા વિશે જણાવેલ છે શિવલિંગ માં ત્રીદેવો ની શક્તિ નિહિત છે. મૂળ માં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર. જલધારી ના રૂપમાં શક્તિ. તેથી શિવલિંગ ની પૂજા થી દરેક દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. 

સમસ્ત દેવી દેવતાની પૂજા ની સમાન છે શિવ ના નિરાકાર શિવલિંગ ની પૂજા. શિવલીંગની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેકની પ્રાપ્તિ થાય છે. જયારે આ સંપૂર્ણ જગત નો નાશ થશે તો શિવલિંગ માં સમાઈ જશે અને પછી આ જ શિવલિંગ થી નવા સંસાર ની શરૂઆત થશે..

શિવલીંગ નુ નિયમીત અભિષેક કરવા મા આવે તો તમારા મા રહેલી બધી જ નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જા નુ નિર્માણ થશે. જો તમે શિવલીંગ નો નિયમીત અભિષેક કરો તો તે તમારી સમજવા ની અને વિચારવા ની ક્ષમતા ને સંચાલિત કરે છે.

કોઈ પણ વાતની જાણકારી પર્યાપ્ત ના હોય તો ચર્ચા પણ મર્યાદા મા જ કરવી જોઈએ..

સૌજન્ય:- હઠીલી આહિરાણી

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.