સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાથી થાય છે અદભૂત ફાયદા, જાણો એક ક્લિક પર…

Health

આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે ઘણા રોગોને મટાડવામાં કામ આવે છે, અને આજે અમે એવી જ વસ્તુની વાત કરવાના છીએ જે મેથીનાં દાણા છે, જે દરેક શાકભાજી કરતા વગાર માં નાખવામાં આવે છે. મેથીનાં દાણા માત્ર ખાદ્યપદાર્થોમાં સ્વાદ વધારતા નથી, પરંતુ જો યોગ્ય રીતે ખાવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો ભૂખ લાગી હોય તો મેથી ખાઓ, તેનાથી વારંવાર ખાવાની ટેવ ઓછી થાય છે. જો તમને કબજિયાત છે, તો મેથીનાં દાણા પલાળીને ખાવા જોઈએ કારણ કે તેમાં ઘણી બધી ફાઈબર હોય છે.

મેથીના દાણાઓનો સંપૂર્ણ લાભ લેવા માટે, તે મહત્વનું છે કે તમે તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણો. જો તમે ઈચ્છો છો, તો તમે તમારી વિવિધ સમસ્યાઓ માટે આ રીતે મેથીનો ઉપયોગ કરી શકો છો.

મેથીનો પાઉડર: મેથીના દાણાને એક ગ્રાઇન્ડરમાં સવારે ખાલી પેટ પર પીસી લો અને પાવડર બનાવીને તેને હળવા પાણી સાથે ખાઓ. તમે કોઈ પણ શાકભાજીમાં નાખીને તે પાઉડર પણ ખાઈ શકો છો.

ફણગાવેલી મેથી ખાઓ: ફણગાવેલી મેથીમાં વિટામિન અને ખનીજ ભરપુર માત્રામાં હોય છે, તેથી સવારે ખાલી પેટ ખાવાથી વજન ઓછું થાય છે.

મેથી અને મધ: એક કપમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો અને ઉપર મેથીનો પાઉડર નાખો. પછી દરરોજ સવારે ખાલી પેટ પર પીવો તેનાથી પેટ પણ સાફ રહેશે અને વજન પણ નહિ વધે.

મેથીની ચા: મેથીને પીસી લો અને પછી તેને 1 કપ પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેમાં તજ અને આદુ નાખો. આ પીવાથી બીપી કંટ્રોલ થાય છે અને ખોરાક પણ સરળતાથી પચે છે.

વૈદ્ય સુરેશ ચતુર્વેદીના જણાવ્યા અનુસાર મેથી શરીરના અનેક પ્રકારના દુઃખોથી રાહત આપે છે. તેના નિયમિત સેવનથી પાચનની પ્રક્રિયા યોગ્ય રહે છે. ડાયાબિટીઝના દર્દીઓ સવારે મેથી ખાય તો ફાયદો છે, તેનાથી ભૂખની સમસ્યા પણ દૂર થશે.

Leave a Reply

Your email address will not be published.