કહેવાય છેકે, આપણાં દેશમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. તેથી સરકાર બેટી બચાવો અને બેટી પઢાવો જેવા અભિયાન ચલાવીને પણ લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, સતત ઘટતી સ્ત્રીઓની સંખ્યાને કારણે સંખ્યાબંધ પુરુષોને આજીવન વાંઢા જ રહેવાનો વારો આવે છે. ત્યારે એક મહાશય એવા છે જે 130 પત્નીઓ રાખતા હતા. કહાની ખુબ રોચક છે.
આ મહાશયનું નામ છે મહોમ્મદ બેલો અબુબકર. આ કહાની છે નાઈઝીરિયાની. જે ખુબ જ ગરીબ દેશ માનવામાં આવે છે. અહીં બેરોજગારી, ભુખમરો અને નિરક્ષરતા જેવા તમામ અભિષાપોની ભરમાર છે. આ સ્થિતિની વચ્ચે એક મહાશય અહીં 130થી વધારે પત્નીઓ સાથે રહેતાં હતા.
દુનિયાભરમાં વસ્તી વધતી જાય છે ત્યારે કેટલાક દેશોએ વધતી વસતીને નિયંત્રણમાં લેવા નિયમો બનાવ્યા છે. બીજી તરફ એક વ્યક્તિને 130 પત્નીઓ અને 203 બાળકો છે. જીહાં, એક વ્યક્તિ જેને 130થી વધારે પત્નીઓ હતી. હાલ આ મહાશય આ દુનિયામાં નથી. વર્ષ 2017માં અબુબકરે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે સમયે તેની ઉંમર અંદાજે 93 થી 94 વર્ષની આસપાસ હતી.
અબુબકર એક સાથે પોતાની 130થી વધારે પત્નીઓ સાથે રહેતો હતો. જેકે, જોવા જેવી વાત એ પણ છેકે, અબુબકરના નખમાં પણ કોઈ બીમારી નહોંતી. અબુબકર આટલાં વર્ષોમાં કોઈ દિવસ બીમાર પડ્યો જ નહોંતો. જોકે, વધતી ઉંમરના કારણે એક દિવસ અચાનક તેનું મોત નિપજ્યું. જોકે, મરતા પહેલાં પણ અબુબકરે પોતાના પરિવારના મોટાભાગના સભ્યો સાથે વાતચીત કરી હતી. તેણે પોતાની તમામ પત્નીઓ સાથે પણ વાત કરી હતી.
એટલું જ નહીં પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કર્યા બાદ અબુબાકર પરિવારના મોટાભાગના સભ્યોને મળ્યો પણ હતો. અબુબાકર તમામ પત્નીઓ સાથે નાઇજીરીયામાં તેના ત્રણ માળના મકાનમાં રહેતો હતો. જ્યારે અબુબાકરનું અવસાન થયું, ત્યારે તેની અંતિમ યાત્રામાં ઘણા લોકો હાજર રહ્યા. આ દરમિયાન તેની ઘણી પત્નીઓ રડતી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છેકે, અબુબાકર પોતે એક મૌલવી હતી. સમાજમાં કોઈ સ્ત્રી તરછોડાઈ જાય કે કોઈ સ્ત્રી દુઃખી થાય તે બાબત તેમને પસંદ નહોંતી. તેથી તેઓ દરેક સ્ત્રી સાથે લગ્ન કરીને દરેકને સમાન અધિકાર અને સમાન સન્માન આપવા માટે તેમની સાથે લગ્ન કરતા હતાં.
અબુબાકરના અવસાન પછી પણ ઘણી પત્નીઓએ બાળકોને જન્મ આપ્યો. આ બધી અબુબાકરના મૃત્યુ પહેલાં ગર્ભવતી હતી. પોતાના જીવનમાં અબૂબકરે ઘણા વિરોધનો સામનો કર્યો. અનેક લોકોએ તેને 4 પત્ની સિવાય અન્ય તમામને તલાક આપવા કહ્યું પણ મૌલવીએ લગ્નને યોગ્ય ગણાવીને તેમની વાતને નકારી દીધી.130 પત્નીમાંથી 10ની સાથે તેમના તલાક પણ થઈ ગયા હતા.