‘મૂછે હો તો…’ કેપ્શન સાથે સોશિયલ મીડિયામાં છવાયું આ પક્ષી, જુઓ ફોટોસ….

News

સોશિયલ મીડિયા ઉપર આવા જ એક વિચિત્ર પક્ષીની તસવીર ખૂબ જ વાઇરલ થઇ રહી છે.આ મૂછો વાળા અનોખા પક્ષીનું નામ છે ઈંકા ટર્ન.

શું તમે ક્યારેય મૂછવાળાં પક્ષી જોયાં છે? આ મૂછ વાળા પક્ષીની તસવીરને જોઇને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચા ચાલી રહી છે. લોકો એ ક્યારેય આ મૂછવાળું પક્ષી જોયું નથી.અમુક લોકો એવું પણ કહે છે કે એવું પક્ષી ક્યારેય હોય જ નહીં. આ કોઈ ફોટોશોપની કમાલ છે. પરંતુ હકીકત શું છે? આવો જાણીએ…

જોકે, જે લોકો આવું વિચારે છે તે બિલકુલ ખોટું વિચારે છે. કેમ કે આ વિચિત્ર પક્ષી હકીકતમાં છે અને સામાન્ય રીતે દક્ષિણ અમેરિકાના પેરૂ અને ચિલીના કિનારે મળી આવે છે. આ પક્ષીનું નામ ‘ઇંકા ટર્ન’ છે. મૂંછોવાળું આ પક્ષી પોતાની સફેદ રંગની મૂછો માટે જાણીતું છે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર તે હાલમાં વાઇરલ થઇ રહ્યું છે. આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ આ અનોખા પક્ષીની તસવીર શેર કરી છે.

આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ આ અનોખા પક્ષીની તસવીર શેર કરી અને કેપશનમાં લખ્યું” મૂછો હોય તો…”

દીપાંશુ કાબરાએ જણાવ્યુ કે આ પક્ષીનું નામ ઇંકા ટર્ન છે. આ અનોખા પક્ષીની તસવીર શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું કે, “મૂંછે હો તો…” મોટાભાગે સોશિયલ મીડિયામાં મજેદાર તસવીરો અને વીડિયોઝ વાઇરલ થતા હોય છે. આ પક્ષીની તસવીર પણ શેર કરીને લોકો વિવિધ વસ્તુઓ લખી રહ્યા છે. અત્યંત સુંદર.

અમુક લોકો કહી રહ્યા છે કે આ અનોખા પક્ષી ઉપરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ છે. તે ખૂબ જ સુંદર છે. તમે બધાએ બોલિવૂડના શહેનશાહ અભિતાભ બચ્ચનની ‘શરાબી’ ફિલ્મનો ડાયલોગ સાંભળ્યો હશે… ‘મૂછે હો તો નથ્થુ લાલ જૈસી હો, વરના ના હો!’ જોકે, હવે એવું લાગે છે કે આ ડાયલોગને બદલીને “મૂછે હે તો યે ઇંકા ટર્ન જૈસી હો’ એવો રાખવો પડશે! શું કહો છો?

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *