મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસથી બચવા માટે રાખો આટલું ધ્યાન…

Dharma

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19 દર્દીઓ અને મહામારીથી સાજા થઈ ચૂકેલા લોકોમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. બ્લેક ફંગસ અંગે સરકારે એક એડવાઈઝરી બહાર પાડી છે અને અનેક મહત્વપૂર્ણ જાણકારી આપી છે.

મ્યુકોરમાઈકોસિસ શું છે:- મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ એક ખુબ જ દુર્લભ સંક્રમણ છે. તે મ્યુકર ફૂગના કારણએ થાય છે જે સામાન્ય રીતે માટી, છોડ, ખાતર, સડેલા ફળ અને શાકભાજીમાં જોવા મળે છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલના જણાવ્યાં મુજબ હવે કોવિડ-19ના અનેક દર્દીઓમાં ફંગસ ઈન્ફેક્શનની ફરિયાદો જોવા મળી છે. આ ફંગસ ઈન્ફેક્શનને બ્લેક ફંગસ કહે છે. આ ફંગસ મોટાભાગ ભીની સપાટી પર જ થાય છે.

આ બ્લેક ફંગસના લક્ષણો કયા છે:- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની ઓળખ તેના લક્ષણોથી થઈ શકે છે. જેમાં નાક બંધ થઈ જવું, નાક કે આંખની આજુબાજુ દુખાવો કે લાલ થઈ જવું, તાવ, માથાનો દુ:ખાવો, ઉધરસ, શ્વાસ ચડવો, લોહીની ઉલટી, માનસિક રીતે અસ્વસ્થ થવું અને કન્ફ્યૂઝનની સ્થિતિ સામેલ છે.

બ્લેક ફંગસનું સંક્રમણ કેવી રીતે થાય છે:- બ્લેક ફંગસનો સૌથી વધુ ખતરો શુગરના દર્દીઓને રહેલો છે અને અનિયંત્રિત શુગરવાળા લોકોને થઈ શકે છે. આ ઉપરાંત સ્ટેરોઈડના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી, લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવાથી, કોઈ ગંભીર બીમારીથી પીડિત હોવાથી અને વોરિકોનાઝોલ થેરેપીથી સંક્રમણ થઈ શકે છે.

કોરોના દર્દીઓ આ બાબતોનો ખાસ ખ્યાલ રાખે:- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ કોરોના વાયરસથી ઠીક થઈ ચૂકેલા લોકોએ હાઈપરગ્લઈસિમિયા પર નિયંત્રણ કરવું જરૂરી છે. આ ઉપરાંત ડાયાબિટિક દર્દીઓએ બ્લડ ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું જોઈએ. સ્ટેરોઈડ લેતી વખતે યોગ્ય સમય, યોગ્ય ડોઝ અને સમયગાળાનું ધ્યાન રાખો. ઓક્સિજન થેરેપી દરમિયાન ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો. જો દર્દી એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલનો ઉપયોગ કરી રહ્યો છે તો તેમાં પણ સાવધાની રાખવાની જરૂર છે.

દર્દીઓ ભૂલેચૂકે આ કામ ન કરે:- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ જણાવ્યું છે કે બ્લેક ભંગના કોઈ પણ લક્ષણને હળવાશમાં ન લો. કોવિડની સારવાર બાદ નાક બંધ થવાને બેક્ટેરિયલ સાઈનસિટિસ ન માનો અને લક્ષણ આવતા તરત જરૂરી તપાસ કરાવો. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની સારવાર તમે જાતે કરવાની કોશિશ ન કરો અને તેમાં સમય ન વેડફો.

કોરોના દર્દીઓએ આ સાવધાની રાખવી જોઈએ:- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ કોરોના સંક્રમિતો કે ઠીક થઈ ચૂકેલા લોકોએ ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કોરોના દર્દી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે અને રોજ ન્હાય. આ ઉપરાંત ધૂળવાળી જગ્યાઓ પર માસ્ક જરૂર પહેરે, ગાર્ડનિંગ કે માટીમાં કામ કરતી વખતે જૂતા, હાથ પગને ઢાંકતા કપડાં અને મોજા જરૂર પહેરે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

Leave a Reply

Your email address will not be published.