મુઘલાઈ પરાઠા

Recipe

પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને પણ કણક બાંધી તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવા શાક મિશ્રિત કણકના પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઓ લોટના મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખવામાં આવે છે. પહેલા પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે.

મુઘલાઈ પરાઠા જે ઝીણા સમારેલા શાકભાજી, પનીર અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતા સ્ટફડ પરાઠા છે. નાસ્તા તરીકે અથવા સાંજના સમયે હળવા વ્યંજન તરીકે પણ બનાવી શકાય છે.

સામગ્રી સ્ટફીંગ માટે:- 1 કપ ઝીણી સમારેલી કોબીજ, 2 ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણું સમારેલું કેપ્સિકમ(લાલ, લીલું, પીળું), 1/2 ઝીણી સમારેલી ગાજર, 200 ગ્રામ સ્ક્રમ્બલ પનીર, 2 બાફેલા બટાકાનો માવો, 4 ચમચી તેલ, 1/2 ચમચી જીરૂ, 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણાજીરૂ, 1/4 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી આમચૂર પાવડર/ચાટ મસાલો, 1/2 ચમચી આદુની પેસ્ટ, 1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ, 1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ, 1/2 ચમચી સમારેલું લીલું મરચું, 2 ચમચી સમારેલી કોથમીર

પરાઠા માટે સામગ્રી:- 2 કપ મેંદો અથવા 1-1 કપ મેંદો- ઘંઉનો લોટ, 2-3 ચમચી તેલ, 1 ચમચી ઘી, 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી બેકિંગ પાવડર

બનાવાની રીત:-

૧.સૌપ્રથમ પરાઠાનો લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો અને તેલ લગાવી 15 થી 20 સુધી ઢાંકીને મૂકી રાખો.

૨.હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે સમારેલી ડુંગળી ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો પછી સમારેલી, ગાજર, કોબીજ, કેપ્સિકમ ઉમેરી બરાબર મિકસ કરી લો. 2 મિનિટ બાદ બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે પનીર અને બાફેલા બટાકાનો માવો ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો.

૩. હવે પરાઠાનો લોટ માંથી ગોળા વાળી પરાઠા વણી વચ્ચે 2 થી 3 ચમચી જેટલું સ્ટફીંગ મૂકી આ રીતે લંબચોરસ આકારમાં વાળી લો.

૪.હવે સ્ટફ કરેલા પરાઠાને તવી પર તેલ મૂકી મધ્યમ તાપે બંને બાજુ શેકી લેવા. બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો.

૫. તૈયાર છે મુઘલાઈ પરાઠા જે કેચ‌અપ અથવા કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકો છો. મે અહીં ચીકુ-ચોકલેટ શેક સાથે સર્વ કર્યા છે.

Recipe By Urmi Desai

Leave a Reply

Your email address will not be published.