મુકેશ અંબાણી ખરીદી રહ્યા છે હોટલો અને શરૂવાત કરી બ્રિટનના ગોલ્ફ રિસોર્ટ થી…

News

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બ્રિટનની એક વધુ કંપની ખરીદી લીધી છે. આ કંપની પાસે બ્રિટેનની તે હોટલ અને ગોલ્ફકોર્સ છે જ્યાં જેમ્સ બોન્ડ સીરિઝની બે ફિલ્મોનું શુટિંગ થયું હતું. ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે હોટલ સેક્ટરમાં પણ પગપેસારો કરી રહ્યા હોય તેમ લાગે છે.

તેમણે બ્રિટનમાં આવેલા ગોલ્ફ રિસોર્ટ અને કંટ્રી ક્લબ સ્ટોક પાર્કને લગભગ ૬૦૦ કરોડ રુપિયામાં ખરીદી લીધો હોવાના અહેવાલો મળ્યા છે. આ ગોલ્ફ રિસોર્ટ માત્ર બ્રિટન જ નહીં પણ સમગ્ર યુરોપના સૌથી પોશ રિસોર્ટ તરીકે જાણીતો છે. સ્ટોક પાર્ક રિસોર્ટમાં હોલીવૂડની સંખ્યાબંધ ફિલ્મોના પણ શૂટિંગ થયા છે. આ રિસોર્ટ ૩૦૦ એકરમાં ફેલાયેલો છે અને અહીંયા રહેવા માટે ૪૯ રુમો છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 593.05 કરોડ રૂપિયા અર્થાત 7.9 કરોડ ડોલરમાં બ્રિટનના સ્ટોક પાર્કને ખરીદી લીધી છે. સ્ટોક પાર્ક બ્રિટેનની કંપની છે જેની પાસે એક હોટલ અને ગોલ્ફ કોર્સ છે. આ હોટલ રિલાયન્સ કન્ઝૂમર અને હોસ્પિટાલિટી એસેટનો હિસ્સો બનશે. સ્ટોક પાર્કમાં જેમ્સ બોન્ડ સિરીઝની બે ફિલ્મોના શૂટિંગ પણ થયા હતા. જેમાં 1964માં ગોલ્ડ ફિંગર અને 1997માં ટુમારો નેવર ડાઈઝ શામેલ છે. આ ઉપરાંત 2001માં બ્રિટેજ જોન્ડ ડાયરી ફિલ્મના સીન પણ આ પાર્કમાં શૂટ થયા છે.

ફાઈવ સ્ટાર રિસોર્ટમાં એક એક થી ચઢિયાતી સુવિધાઓ છે. આ પહેલા રિસોર્ટની માલિકી કિંગ પરિવાર પાસે હતી.જે રિસોર્ટને વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી કોઈ કંપનીને શોધી રહ્યા હતા. આ ડીલ સાથે જ હવે મુકેશ અંબાણીએ હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઝુકાવવાનુ નક્કી કર્યુ છે તેવી ચર્ચા શરુ થઈ છે.

અગાઉ તેમણે ૨૦૧૯માં પણ બ્રિટનમાં એક ડીલ કરી હતી. જેમાં તેમણે બ્રિટનની ૨૬૦ વર્ષ જુની ટોય સ્ટોર ચેન હેમ્લિઝને ખરીદી લીધી હતી. એ પછી બ્રિટનમાં તેમની આ બીજી મોટી ડીલ છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.