એક મહિનાથી મુકેશ અંબાણી સહપરિવાર જામનગરની રિલાયન્સ ટાઉનશિપના બંગલામાં, કારણ જાણીને…

News

દેશના સહુથી ધનાઢ્ય અને રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગરમાં રહે છે. અંબાણીનો આખો પરિવાર જામનગર પાસે આવેલી તેમની રિલાયન્સ ટાઉનશિપમાં રહી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા ટીએમસી બંગલોઝની બાજુમાં તેમનું અતિ ભવ્ય નિવાસસ્થાન છે, જ્યાં આ પરિવાર રહેતો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જોકે આ વાતને લઈને રિલાયન્સ ગ્રુપ દ્વારા કોઈ જવાબ કે વાત કરવામાં નથી આવી. જોકે જામનગર સ્થિત આ રિલાયન્સ ટાઉનશિપમાં સિક્યોરિટી વધારી દેવાવામાં આવી છે, જેના પરથી ચોક્કસપણે અંબાણી પરિવાર જામનગરમાં હોવાનું લોકો જણાવી રહ્યા છે. જોકે આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને અહીં રહેવા પાછળનાં કારણો વિશે લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે.

મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી વિસ્ફોટકો ભરેલી કાર મળ્યા બાદ આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડ કરી છે. ત્યાર બાદ રોજેરોજ આ કેસમાં નવા વળાંકો આવી રહ્યા છે. જાણકારોના મત અનુસાર અંબાણી પરિવાર એક મહિનાથી જામનગરમાં હોવા પાછળ આ એક કારણ હોઈ શકે છે.

જોકે બીજી તરફ મુંબઈમાં કોરોનાના સતત વધતા કેસોને લઈને અંબાણી પરિવાર જામનગરમાં આવી ગયો હોવાની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. જોકે રિલાયન્સ તરફથી અંબાણી પરિવાર આટલા લાંબા સમયથી જામનગર શા માટે રહી રહ્યો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરતાં તેમના જામનગરના વસવાટ અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના પેડર રોડ સ્થિત એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી એક સ્કોર્પિયો ગાડી મળી આવી હતી. 24 ફેબ્રુઆરીની મોડી રાત્રે 1 વાગ્યે આ ગાડી એન્ટિલિયાની બહાર પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે ગુરુવારે એ પોલીસની નજરમાં આવી અને કારમાંથી 20 જિલેટીનની સ્ટિક્સ મળી હતી. 5 માર્ચે સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. થોડા દિવસો પહેલાં જ મનસુખે આ ગાડી ખોવાય કે ચોરાય હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.