મુકેશ અંબાણી ગુજરાતમાં બનાવી રહ્યા છે વિશ્વનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય, જાણો ક્યારે લોકો મુલાકાત લઇ શકશે..

News

જેની ગણના દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે થાય છે એવા મુકેશ અંબાણી એક પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહ્યા છે. અંબાણી પોતાના રાજ્ય ગુજરાતમાં આ પ્રાણી સંગ્રહાલય બનાવવા જઈ રહ્યા છે. જાણવા મળતા સમાચાર મુજબ તે દુનિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાંનુ એક હશે.

રિલાયન્સ કૉર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નાથવાણીએ કહ્યુ કે વર્ષ 2023માં આ પ્રાણી સંગ્રહાલય ખુલવાની આશા છે. તેમાં સ્થાનિક સરકારની મદદ કરવા માટે એક રેસ્ક્યુ સેન્ટર પણ શામેલ હશે.

જાણવા મળતા સમાચાર મુજબ હાલમાં મુકેશ અંબાણી દુનિયાના 11માં સૌથી વધુ અમીર વ્યક્તિ છે અને તેઓ 80.9 અબજ ડૉલર એટલે લગભગ 5794.18 અબજ રૂપિયાની સંપત્તિના માલિક છે. ફૉર્બ્ઝ બિલિયોનેરની યાદી અનુસાર અંબાણી દુનિયાના 12માં સૌથી વધુ અમીર વ્યક્તિ છે.

તેમની સંપત્તિ 79.1 અબજ ડૉલર છે. હાલમાં જ ચીની વેપારી ઝોંગ શાનશાન મુકેશ અંબાણીના સ્થાને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ગયા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં વધારો નોંધવામાં આવ્યો છે. RIL ની બજારની સ્થિતિ 24,914 કરોડ રૂપિયાથી વધીને 13,18,952.34 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે અમેરિકી ટેકનોલૉજી ફર્મ કાલકૉમ સાથે મળીને રિલાયન્સ જિયોએ અમેરિકામાં પોતાની 5જી ટેકનોલૉજીનુ સફળ પરીક્ષણ કર્યુ છે. અમેરિકાના સેન ડિએગોમાં થયેલ એક વર્ચ્યુઅલ ઈવેન્ટમાં આ ઘોષણા કરવામાં આવી હતી.

રિલાયન્સ જિયોના પ્રમુખ મેથ્યુ ઓમાને કહ્યુ હતુ કે કાલકૉમ અને રિલાયન્સની સબસિડરી રેડિસિસ સાથે મળીને અમે 5જી ટેકનિક પર કામ કરી રહ્યા છે જેથી ભારતમાં તેને જલ્દી લૉન્ચ કરી શકાય. 15 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની સામાન્ય સભામાં રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ 5જી ટેકનોલૉજી શરુ કરવાની ઘોષણા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *