અડી-કડી વાવ ને નવઘણ કૂવો, જાણો શું છે આ વાવ અને કુવાનું રહસ્ય..

જૂનાગઢમાં ચાલુક્ય ( સોલંકી ) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું જોકે પછી ૧૫ મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં રાજાશાહી આવી અને તેઓએ ઉપરકોટનું નવ – નિર્માણ કર્યું સાથો – સાથ તેમણે અડીકડી વાવ અને નવઘણ કુવાનું બાંધકામ કર્યું શું આપ જાણો છો કે આ વાવનું નામ ‘ અડી – કડી ‘ કંઈ રીતે પડ્યું ? શું છે આ નામ પાછળનું રહસ્ય ? ચાલો જાણીએ

આ વાવના નામ સાથે બે દંતકથાઓ જોડાયેલી છે.પહેલી દંતકથા મુજબ જ્યારે ૧૫ મી સદીમાં આવાવનું બાંધકામ પૂર્ણ થયું , તો રાજાએ તેમના સેવકોને વાવમાંથી પાણી સીંચવા કહ્યું પરંતુ ખૂબજ કોશિશ કરવા છતાંય પાણી આવ્યું નહીં ત્યારે રાજાએ એક જ્યોતિષને આ મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા અને જ્યોતિષએ જણાવ્યું કે જ્યાં સુધી બે કુંવારી કન્યાઓ બલિદાન નહિં આપે , ત્યાં સુધી આ વાવમાં પાણી નહિં આવે અંતે અડી અને કડી નામની બે કન્યાઓએ બલિદાન આપ્યું અને વાવમાં પાણી આવ્યું એટલે આ વાવનું નામ અડી – કડી ના નામ પરથી અડી – કડી વાવ પડ્યું ત્યાંની એક તખ્તી કદાચ આપણને સંશયમાં મૂકી શકે કે સાચું નામ ‘ અડી કડી વાવ ’ છે કે ‘ અડી કડી વાવ ‘ આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી )

બીજી વાત મુજબ એમ જાણવા મળે છે કે અડી અને કડી નામની રાણકદેવીની બેદાસીઓ રોજ આ વાવમાંથી પાણી સીંચવા આવતી , એટલે આ વાવનું નામ અડી – કડી વાવ પડ્યું . આજે પણ આ વાવની બાજુમાં આવેલા વૃક્ષ ઉપર અડીકડીની યાદમાં લોકો કપડા અને બંગડીઓ ટીંગાડે છે .

અડીકડી વાવનું સર્જન એક જ પથ્થર ( ખડક ) કાપીને કરવામાં આવેલું છે, વાવમાં નીચે ઉતરવા માટે 172 પગથિયાં છે, વાવની લંબાઇ 75 ફૂટ , ઊંડાઈ 150 ફૂટ છે, આ વાવનું બાંધકામ ર વર્ષો સુધી ચાલ્યું હતું, વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે, કૂટ , મોભ કે ગવાક્ષો આ વાવમાં નથી જટિલ ભૂસ્તરીય રચનામાં બંધાયેલી
આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્રોતને શોધવાની કુશળતા વ્યકત કરે છે, લોકવાયકા મુજબ જેમણે તેના જીવનમાં આ જગ્યાની મુલાકાત લીધી ન હોય તેનું જીવન વ્યર્થ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live