ખૌફનાક: જન્મ થતાં જ સંક્રમિત થઇ બાળકી, 14 દિવસ જિંદગી માટે લડી, પ્લાઝમા પણ ન બચાવી શક્યા જીવ..

News

કોરોના હવે નાના બાળકોને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કોરોના ના કેસો દરરોજ વધી રહ્યા છે અને મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતથી એક હાર્ટબ્રેકિંગ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 14 દિવસની બાળકી કોરાનાનાં ઝપેટમાં આવ્યા બાદ અવસાન પામી છે.

જણાવી દઈએ કે બાળકી જન્મના બે દિવસમાં જ કોરોના સંક્રમિત મળી હતી. બાળકીને પ્લાઝ્મા પણ ચડાવામાં આવ્યા હતા છતાં પણ બાળકીનો જીવ બચાવી શક્યા ન હતા. આ બાળકીની માતાને કોરોનાનાં લક્ષણો હતા, પરંતુ આ વાત તેણે કોઈને કરી નહોતી. કોરોનાનાં લક્ષણો હોવા છતાં પણ, તે મહિલાએ તેનું દૂધ બાળકીને આપવાનું ચાલુ રાખ્યું હતું, જેની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય પર પડી.

કોરોના સંક્રમિત આ બાળકીને સારવાર માટે સુરતના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન આ હોસ્પિટલમાં યુવતીને પ્લાઝ્મા પણ ચડાવામાં આવ્યા હતા પરંતુ બાળકીનો જીવ બચાવી શકાયો નહોતો. વરાછાની આ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નવજાત બાળકી આ ખતરનાક વાયરસથી હારી ગઈ હતી અને ગુરુવારે બાળકીનું અવસાન થયું હતું.

એ પણ જાણી લેજો કે કોરોના વાયરસની બીજી લહેર બાળકોને પોતાની ઝપેટમાં મોટા પ્રમાણમાં લઈ રહી છે. સુરતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં છે. એક દિવસ પહેલા જ સુરતના ન્યૂ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને કારણે 14 દિવસના નવજાત શિશુનું અવસાન થયું હતું.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *