નીલગિરીના તેલથી થતા ફાયદા વિશે જાણ્યા પછી તમે પણ તેનો ઉપયોગ કરવા મજબુર થઈ જશો.

Health

છોડના અર્કમાંથી બહાર કાઢવામા આવેલ તેલ સુંદરતામા વધારો કરવા સાથે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો કોઈ આવા તેલનો ઉપયોગ યોગ્ય માત્રામા અને યોગ્ય રીતે કરવામા આવે તો ઘણી નાની બીમારીઓ સરળતાથી દૂર થઈ શકે છે. લવંડરનુ તેલ, લીંબુનુ તેલ અને કેમોલીનુ તેલ જેવા ઘણા તેલ છે જે બળતરા અને વાળ ખરવાની સારવારમા ઉપયોગમા લઈ શકાય છે. જો તમને નીલગિરીના તેલના ફાયદાઓ વિશે ખબર નથી તો આજે આ લેખમા અમે તમને નીલગિરીના તેલના કેટલાક શ્રેષ્ઠ ફાયદાઓ વિશે જણાવીશું. આ ફાયદાઓ જાણ્યા પછી તમે પણ ચોક્કસપણે તેને દરરોજ ઉપયોગ માં લેવાનું શરુ કરી દેશો.

૧) બળતરા અને પીડા માટે શ્રેષ્ઠ :- આજકાલની બદલાતી જીવનશૈલી અને કામગીરીને કારણે દર દસમાંથી ચારથી પાંચ લોકો ચોક્કસપણે પીડા અથવા બળતરાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમા તમે આ સમસ્યાને દૂર કરવા માટે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. નીલગિરીના તેલમા બળતરા વિરોધી અને એનાલજેસિક મિશ્રણ હોય છે જે કોઈપણ પીડા અને બળતરાને સરળતાથી દૂર કરે છે.

આ માટે તમને જ્યા દુખાવો અથવા સોજો આવે છે તે સ્થાન પર દિવસમા એક કે બે વાર સારી રીતે તેલથી માલીશ કરો. જોત જોતામા પીડા અને સોજો ખૂબ જ ઝડપથી અદૃશ્ય થઈ જાય છે.

૨) માઉથવોશ :- નીલગિરીના તેલની સાથે-સાથે બીજા ઘણા તેલ છે જે માઉથવોશ માટે શ્રેષ્ઠ માનવામા આવે છે. દાંત અને પેઢાની સમસ્યા દૂર કરવા માટે તમે માઉથવોશ તરીકે ઉપયોગ કરી શકો છો. આ તેલમા હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ મોઢામા રહેલા ચેપી બેક્ટેરિયાને નાશ કરવા માટે શ્રેષ્ઠ તેલ માનવામા આવે છે. તેના ઉપયોગથી બેક્ટેરિયા દાતની અંદર વસવાટ કરી શકતા નથી. આ માટે તમે તેલને પેસ્ટમા ભેળવીને બ્રશ કરી શકો છો.

૩) શરદી માટે શ્રેષ્ઠ :– ઠંડા વાતાવરણમા શરદી થવી સામાન્ય છે. આવી સ્થિતિમાં જો તમે શરદીથી વધુ પરેશાન છો તો આ તેલના ઉપયોગ કરવાથી અગવડતા દૂર થઈ શકે છે. તેમા રહેલા એન્ટિઈન્ફ્લામેટરી અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો કોઈ પણ શરદીને દુર કરે છે. આ માટે એક થી બે ટીપાં તેલ નવશેકા પાણીમા નાખીને કોગળા અને માલિશ કરવાથી સમસ્યા દૂર થાય છે. ગળાના દુખાવા માટે આ તેલનો ઉપયોગ શ્રેષ્ઠ છે. ઘણા લોકો આ તેલનો નાહ લે છે.

૪) ખીલ દૂર કરે છે :– એવુ નથી કે નીલગિરી તેલ ફક્ત ખીલ દૂર કરે છે સાથે-સાથે મેથેનોલ-ડિક્લોરોમિથ નામના અર્ક સરળતાથી ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે. ખીલની સાથે સાથે ઊંડો ઘાવ અને દાઝેલાની બળતરા દુર કરવા માટે શ્રેષ્ઠ આવશ્યક તેલ માનવામા આવે છે. આ સિવાય આ તેલનો ઉપયોગ બેક્ટેરિયા, ફૂગ અથવા વાયરસના ચેપને રોકવા માટે પણ થાય છે.

જો કે આ બધા ફાયદાઓ પછી પણ જો તમને કોઈ પણ રીતે ત્વચાની સમસ્યા હોય કે કોઈ રોગ હોય તો તમારે તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.