નોરાએ જયારે તેના પિતાને અભિનેત્રી બનવાનું કહ્યું ત્યારે તેના પિતાએ કર્યા હતો આવો હાલ..

Bollywood

બોલિવૂડમાં ખુબજ ટૂંકા સમયમાં નોરા ફતેહી મોટું નામ કમાણી છે. આજે તે ડાન્સર, કોરિયોગ્રાફરની ભૂમિકામાં હિન્દી સિનેમામાં ખૂબ ધૂમ મચાવી રહી છે. તેની ચર્ચાઓ દરેક જગ્યાએ છે અને તેના કામની પણ પ્રશંસા કરવામાં આવે છે, જોકે કેનેડિયન યુવતી માટે ભારતમાં આવવું અને બોલિવૂડમાં કારકિર્દી બનાવવું સરળ કામ નહોતું.

તમને જણાવી દઈએ કે, નોરા ફતેહી મૂળ કેનેડાની છે. તેનો જન્મ કેનેડાના ક્વિબેકમાં થયો હતો. વળી, તમને એ જણાવી દઇએ કે તેમની પાસે માત્ર કેનેડિયન નાગરિકતા છે. જો કે નોરા ફતેહીએ કારકિર્દી બનાવવા માટે ભારતથી શરૂઆત કરી હતી અને તે ડાન્સર, કોરિયોગ્રાફર તરીકે બોલિવૂડમાં મોટું નામ ધરાવે છે.

કહેવાય છે કે શરૂઆતથી જ નોરા ફતેહીને ફિલ્મનું આર્કષણ હતું. માત્ર 8 વર્ષની ઉંમરે તેણે અભિનેત્રી બનવાનું સપનું જોવાની શરૂઆત કરી હતી. આજે તે એક સફળ નૃત્યાંગના છે, પરંતુ બાળપણમાં તે અભિનેત્રી બનવાના સપનાને જોતી હતી. એકવાર બાળપણમાં, જ્યારે તેણે પિતાની સામે અભિનેત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેને ખૂબ જ આઘાતજનક જવાબ મળ્યો.

જોકે આજે નોરાને આખી દુનિયામાં એક સારી ડાન્સર તરીકે ઓળખવામાં આવી રહી છે, પરંતુ તે ક્યારેય અભિનેત્રી બનવા ઇચ્છતી હતી. પહેલા તેણે ડાન્સર બનવાનું વિચાર્યું ન હતું. તેણે અભિનેત્રી બનવાનું સ્વપ્ન 8 વર્ષની ઉંમરે જોવાનું શરુ કર્યું હતું, પરંતુ તેના પિતા તેની વિરુદ્ધ હતા. તેના પિતા ઇચ્છતા ન હતા કે તેમની પુત્રી અભિનેત્રી બને અને ફિલ્મોમાં કામ કરે.

નોરાએ તેના એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. નોરાએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર 8 વર્ષની હતી ત્યારે તેનો અભિનેત્રી બનવાનો વિચાર હતો. નોરાના જણાવ્યા મુજબ તેણે તેના પિતાને કહ્યું કે તે હિરોઇન બનવા માંગે છે. પરંતુ તેના જવાબમાં તેને સકારાત્મક જવાબ મળ્યો નહીં. નોરાના પિતાએ તેમને કહ્યું કે આવી વાહિયાત વાત ફરી ક્યારેય મારી સામે ન કરતી. તારે કંઈક બનવુંજ હોય તો ડોક્ટર, શિક્ષક અથવા વકીલ બનજે. પરંતુ અભિનેત્રી બનવાની વાત તારા હૃદયમાંથી બહાર કાઢી નાખજે. તે સમયે માત્ર 8 વર્ષની નોરાએ તેના પિતાની વાત સ્વીકારી લીધી હતી.

બાળપણમાં અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોનાર નોરા ફતેહી, અભિનેત્રી બની શકી નહીં, જોકે તેણે ડાન્સર તરીકે ફિલ્મ જગતમાં પગ મૂક્યો હતો. થોડા વર્ષો પહેલા નોરાએ બોલિવૂડમાં કોરિયોગ્રાફી શરૂ કરી હતી અને ત્યારબાદ તેણે આઈટમ સોંગ્સથી પણ લોકોમાં ધૂમ મચાવી હતી. તમને જણાવી દઈએ કે, ‘દિલબર’ સોંગમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણે આજ સુધી ઘણા આઈટમ સોંગ્સમાં કામ કરીને પોતાની અભિનય અને ડાન્સની પ્રતિભા સાબિત કરી દીધી છે. ક્યારેક માત્ર 5 હજાર રૂપિયા લઈને ભારત આવેલા નોરા આજે કરોડો રૂપિયાની માલકીન છે. તે હવે વૈભવી જીવન જીવી રહી છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.