ઉલ્કાવર્ષા નહિ પરંતુ આકાશમાં દેખાયેલા આ અદ્ભૂત દ્રશ્યનું કારણ કંઈક આવું હતું…

News

શનિવારે રાત્રે ભારતના ઘણા વિસ્તારોમાં આકાશમાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં લોકોએ અંધારાની ચીરતી ઘણી તેજસ્વી રેખાઓ જોઈ. લોકો સ્તબ્ધ થઈ ગયા. એવી અટકળો ચાલી રહી હતી કે તે ઉલ્કાવર્ષા છે કે પડી રહેલો ઉપગ્રહ છે કે બીજું કંઈક. લોકોએ આ આકાશી નજારને પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર મૂક્યા હતા.

થોડી જ વારમાં તે ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઇ. પાછળથી, કેટલાક ખગોળશાસ્ત્રીઓએ કહ્યું કે આ ઉલ્કાઓ નહીં, પરંતુ ઉપગ્રહના ટુકડાઓ હોઈ શકે છે, જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા ત્યારે બળી રહ્યા હતા. એક અમેરિકન વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આ ચીની રોકેટના ભાગો છે.

આકાશમાં આ અદ્ભુત નજારો મહારાષ્ટ્રના નાગપુર, ચંદ્રપુર, અકોલા, જલગાંવ વગેરે જિલ્લાઓમાં જોવા મળ્યો હતો. તે જ સમયે, મધ્યપ્રદેશના ઈન્દોર, ખરગોન, ઝાબુઆ અને બરવાની જિલ્લામાં ઘણા લોકોએ પણ આ દ્રશ્ય જોયા હોવાનો દાવો કર્યો હતો. અમેરિકાના વૈજ્ઞાનિક જોનાથન મેકડોવેલે ટ્વીટ કર્યું કે મને લાગે છે કે તે ચીનનું રોકેટ ચેંગ ઝેંગ 3B હતું, જે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશી રહ્યું હતું.

આ રોકેટને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. પૃથ્વી તરફ પાછા પડતી વખતે, વાતાવરણના સંપર્કમાં આવવાને કારણે તેના ભાગો બળી રહ્યા હતા. કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સમાં હાર્વર્ડ-સ્મિથસન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના વૈજ્ઞાનિક મેકડોવલે જણાવ્યું હતું કે ચીનનું રોકેટ ચેંગ ઝેંગ 3B સીરીયલ નંબર Y77 આ માર્ગ પરથી પડવાનું હતું. આકાશમાં દેખાતી તેજસ્વી રેખાઓ તેના સળગવાના કારણે થઇ હતી.

નાગપુરમાં સ્કાયવોચ ગ્રુપના ચેરમેન સુરેશ ચોપડાએ આવું જ અનુમાન લગાવ્યું હતું. તેમણે કહ્યું કે આ તેજસ્વી રેખાઓ ઉલ્કાના વરસાદ સાથે સંબંધિત હોવાની શક્યતાઓ ઘણી ઓછી છે. આમાંથી રંગબેરંગી લાઈટો નીકળી રહી હતી, જે ઉલ્કા પિંડની ન હોઈ શકે. આ રંગો ત્યારે જ દેખાય છે જ્યારે તે વસ્તુમાં ધાતુની વસ્તુ હોય. મને લાગે છે કે કાં તો કોઈ દેશનો ઉપગ્રહ ભૂલથી પડી ગયો હશે અથવા કામ પૂરું થયા પછી જાણી જોઈને ક્રેશ થયું હશે.

કેન્દ્રના નિર્દેશક શ્રીનિવાસ ઔંધકરે જણાવ્યું હતું કે શનિવારે સમગ્ર વિશ્વમાંથી માત્ર એક ઉપગ્રહ લોન્ચ થવાનો હતો. અમેરિકન કંપની બ્લેકસ્કાયએ સાંજે 6.11 વાગ્યે એક સેટેલાઇટ અવકાશમાં મોકલ્યો હતો. બની શકે કે આ પડતી વસ્તુઓ તેના રોકેટ બૂસ્ટર્સ હોય, જેનો ઉપયોગ ઉપગ્રહને આકાશમાં લઈ જવા માટે થતો હોય.

Leave a Reply

Your email address will not be published.