નવા કોરોના વાયરસની ઝપેટમાં આવેલા દર્દીઓને વેન્ટિલેટરથી વધુ ઓક્સિજન થેરેપીની જરૂર પડી રહી છે. આ કારણ છે કે દેશમાં ઓક્સિજનની અચાનક કમી થવા લાગી છે અને દર્દીઓ હોસ્પિટલમાં સારવાર થવા છતા મોતને ભેટી રહ્યાં છે. તેવામાં સૌથી વધુ ચિંતા હોમ આઇસોલેશનમાં સારવાર કરાવી રહેલા કોરોના દર્દીઓની છે. જેના માટે તે જાણવું જરૂરી છે કે ઓક્સિજન લેવલ ઓછુ થવાના શું લક્ષણ છે, અને ક્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. આવો જાણીએ આ લક્ષણો વિશે…
દિલ્હી એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, હોમ ક્વોરેન્ટાઈનમાં સારવાર કરાવી રહેલા દર્દીઓએ સમય-સમય પર પોતાની ઓક્સિજન સ્થિતિ ચેક કરતી રહેવી જોઈએ. તેને પલ્સ ઓક્સીમીટર નામની એક ડિવાઇઝને હાથની આંગળી પર લગાવીને ચેક કરી શકાય છે. રીડિંગમાં તેનું 94થી વધુ લેવલ ખતરાથી બહાર હોવાનો સંકેત છે. જો તમારી પાસે આ સાધન નથી તો તેને નજીકના મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકો છો.
ડોક્ટરો પ્રમાણે કોરોના થવા પર ઝડપથી ઓક્સિજન લેવલ ઘટવા લાગે છે. જો ચેકઅપમાં તમારૂ SpO2 લેવલ 94થી 100 વચ્ચે રહે છે તો તે સ્વસ્થ હોવાના સંકેત છે. જ્યારે લેવલ 94થી નીચે રહે છે તો તે હાઇપોક્સેમિયાને ટ્રિગર કરી શકે છે, જેમાં ઘણા પ્રકારની મુશ્કેલી થાય છે. તો ઓક્સિજન લેવલ 90થી નીચે જાય છે તો દર્દીઓ માટે ખતરો છે. તેવામાં દર્દીને તત્કાલ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવે છે.
જો તમારૂ ઓક્સિજન લેવલ 91થી 94 વચ્ચે છે તો તેને દર કલાકો મોનિટર કરવાની જરૂર છે. પરંતુ તેને ઘર પર પ્રોનિંગ એક્સરસાઇઝ કરીને પણ કંટ્રોલ કરી શકાય છે. આ ટેકનીક કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સૂચવી છે, જેમાં જમીન પર ઊંધા સુઈ એક્સરસાઇઝ કરવાની હોય છે. તે માટે તમારે 4-5 ઓશિકાની પણ જરૂર પડે છે. આવો હવે જાણીએ કે આ લક્ષણો દેખાવા પર તમારા વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં દાખલ થવુ જોઈએ.
એક્સપર્ટ અનુસાર શરીરમાં ઓક્સિજનની કમી થવા પર ચહેરાનો રંગ ઉડવા લાગે છે અને હોઠી પર લીલાપણુ આવી જાય છે. આ સ્યાનોસિસની ઓળખ છે. ડોક્ટર પ્રમાણે હેલ્ધી ઓક્સિજેનેટેડ બ્લડથી આપણી સ્કિનને લાલ કે ગુલાબી ગ્લો મળે છે, તેથી ઓક્સિજન ઘટવા પર આવા લક્ષણો જોવા મળે છે.
અચાનક ઝડપથી ઓક્સિજન લેવલ ઘટવાને કારણે કોરોના દર્દીઓને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં દબાણ, સતત ખાંસી, બેચેની અને માથામાં દુખાવાની ફરિયાદ હોઈ શકે છે. આમ થવા પર તત્કાલ ડોક્ટર સાથે વાત કરો અને જલદીમાં જલદી હોસ્પિટલમાં દાખલ કરો.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.