ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ દરેક જીલ્લા અને તાલુકામાં હાહાકાર મચાવી રહ્યો છે, દર્દીઓની સંખ્યા ફૂદકેને ભૂસકે વધી રહી છે, પોઝિટિવ કેસોની સંખ્યા રોજ નવા નવા રેકોર્ડ બનાવી રહી છે અને તેની સામે મૃત્યુના આંકડા પણ ખુબજ વધી રહ્યા છે. કોરોના વાયરસની આ બીજી લહેરમાં એવા દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે જેમને તાત્કાલિક ઑક્સિજનની જરૂર પડી રહી છે.
ઘણા મોટા શહેરોમાં ઑક્સિજનના બાટલા માટે દોડધામ મચી ગઈ છે. પહેલી લહેર કરતા બીજી લહેરમાં ઑક્સિજનની માંગમાં મોટો વધારો થયો છે.
ઑક્સિજનની આ માગને પહોંચી વળવા માટે રાજકોટની જાણીતી સામાજિક સંસ્થા બોલબાલા ટ્રસ્ટે હોળીના તહેવાર પછી અત્યાર સુધીમાં કુલ રૂ.28 લાખની FD તોડીને 1000 ઑક્સિજનના બાટલા મંગાવ્યા હતા અને જરૂરિયાતમંદોને વિનામુલ્યે ઑક્સિજન મળી રહે એ માટે આપવાનું શરૂ કર્યું હતું.
આ ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય સાથે વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે, રાજકોટમાં સ્થિતિ અતિ ગંભીર છે અને હોસ્પિટલમાં બેડ મળતા નથી. ઑક્સિજનની માગ એકાએક ખુબજ વધી ગઈ છે. પહેલા અમારી પાસે 300 ઑક્સિજન સિલિન્ડર હતા જેને વધારીને 1000 નવા ઑક્સિજન સિલિન્ડર વસાવ્યા છે.
આ સંસ્થાએ ઑક્સિજન સિલિન્ડર કોઈ પણ જાતની ડિપોઝિટ લીધા વગર આપી રહ્યા છે. ઑક્સિજન સિલિન્ડર લેવા માટે લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી જાય છે. રાત્રે પણ ઑક્સિજન સિલિન્ડર લેવા લોકો આવે છે.
જે પોઝિટિવ દર્દીઓ પોતાના ઘરે હોમ ક્વોરેન્ટાઈન થયા છે અને સારવાર લઇ રહ્યા છે એ લોકો સૌથી વધારે ઑક્સિજન લેવા માટે આવી રહ્યા છે. હાલ 1000 બાટલા છે પણ માગ એટલી છે કે, કદાચ 5000 બાટલા વસાવીએ તો પણ પહોંચી વળાય એમ નથી.
ટ્રસ્ટ પાસે હવે પૈસા નથી કારણકે જેટલા પૈસા અને ફિક્સ ડિપોઝીટ હતી એ તમામ રકમ અમે ઑક્સિજન સિલિન્ડર લેવા માટે ખર્ચી નાખી છે એટલે હવે લોકોને પણ અપીલ કરીએ છીએ કે, તેઓ છૂટા હાથે આવી સેવાભાવી સંસ્થાઓમાં દાન આપે. આ ટ્રસ્ટની અનોખી સેવાને શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઅલ એસો. તરફથી પણ સહકાર મળી રહ્યો છે. આ નાના-મોટા ઉદ્યોગો તરફથી પણ સારો સહકાર આ સંસ્થાને મળી રહ્યો છે.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.