મોટાભાગે લોકો પથારીમાં બેસીને જ જમી લે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર પથારી પર બેસીને ખોરાક લેવાથી અપશકુન થાય છે. એવુ કહેવામા આવે છે કે આમ કરવાથી ખોરાકનું અપમાન થાય છે અને ઘરની બરકત દૂર થઈ જાય છે. જો કે દરેક લોકો શાસ્ત્રોનો વિશ્વાસ કરતા નથી કારણ કે આજના સમયમાં લોકો આવી બાબતોમા ઓછો વિશ્વાસ કરે છે. પરંતુ આજે કેટલાક લોકો એવા પણ છે જે શાસ્ત્રમાં વિશ્વાસ કરે છે.
ખરેખર શાસ્ત્રો મુજબ પથારી પર બેઠા-બેઠા ખોરાક ખાવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં પૈસાની તંગી રહે છે. આટલું જ નહી પથારી ઉપર બેસીને ખાવાથી માત્ર પૈસાની ખોટ આવતી નથી સાથે-સાથે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. તમે ઘણા રોગોથી પણ પીડાઈ શકો છો.
વાસ્તુના જણાવ્યા પ્રમાણે પલંગને લગતી આવી ઘણી બાબતો કહેવામાં આવી છે જેમા આપણને આર્થિક અવરોધ સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શક્ય છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં આ બધી ભૂલો કરતા હશુ અને મુશ્કેલીઓનો સામનો પણ કરતા હશુ, તેથી જો તમે પણ આવું કરો છો તો જલ્દીથી તેને સુધારી દો.
એવુ કહેવામા આવે છે કે પથારી પર ખોરાક ખાવાથી લક્ષ્મી ગુસ્સે થાય છે. આપણે જ્યાં સૂઈએ છીએ ત્યાં ક્યારેય ખાવાનું ન ખાવુ જોઈએ, તમારા ઘરનો વિકાસ કાયમ માટે ચાલ્યો જશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારેય પણ પલંગની સામે અરીસો ન મૂકવો જોઈએ. જ્યારે તમે સવારે ઊંઘીને જાગો ત્યારે, ઉભા થયા પછી અરીસામાં ન જોવાનો પ્રયાસ કરો. કારણ કે તેની નકારાત્મકતાનું પ્રતિબિંબ અરીસામાંથી આપણા ઉપર પડી શકે છે. તેથી કોઈપણ સમયે પલંગમાંથી અરીસાની અંદર જોવાની મનાઈ કરવામા આવે છે.