પાનકાર્ડ માં આવતા ૧૦ આંકડા મા છુપાયેલી હોય છે ખાસ માહિતી તો જાણવા માટે કરો અહિયા એક ક્લિક.

Business

આજકાલ પાનકાર્ડ એક આવશ્યક દસ્તાવેજ બની ગયો છે કારણ કે તેનો ઉપયોગ ફક્ત આઈડી પ્રૂફ તરીકે જ થતો નથી પરંતુ આર્થિક વ્યવહારનું મુખ્ય સાધન પણ બની ગયું છે. સરકારી કામમા તેની ખૂબ જ જરૂર પડે છે. સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને પગાર મેળવવા માટે પાનકાર્ડ હોવું જરૂરી છે. પાન કાર્ડમાં ધારક વિશેની મહત્વપૂર્ણ માહિતી હોય છે, જે તેના પર લખેલા કોડ દ્વારા જાહેર કરવામાં આવે છે. પાન કાર્ડ લેમિનેટેડ કાર્ડના રૂપમાં આવે છે. જે લોકો પાનકાર્ડ માટે અરજી કરે છે તેને આવકવેરા વિભાગ દ્વારા આ કાર્ડ આપવામાં આવે છે.

તમારો પાનકાર્ડ નંબર એટલે કે કાયમી એકાઉન્ટ નંબર એ ખૂબ જ ખાસ કોડ છે, જે તમારા વિશે ઘણી માહિતી છુપાવી રાખે છે. પાનકાર્ડ નો નંબર તમારા બધા આર્થિક વ્યવહાર વિભાગ સાથે જોડાયેલ હોય છે. જેમાં આવકવેરા વિભાગ કર ચૂકવણી, ક્રેડિટ કાર્ડ જેવા અનેક આર્થિક વ્યવહાર પર નજર રાખે છે. દસ નંબરોના કોડવાળા દરેક પાન કાર્ડમાં સંખ્યાઓ અને અક્ષરોનો મિશ્રિત કોડ હોય છે, જેમાં પ્રથમ ૫ અક્ષરો અંગ્રેજીના અક્ષરો હોય છે અને પછીના ૪ અક્ષરો અંકો હોય છે અને પછી ફરીથી આ કોડમાં અંગ્રેજી અક્ષર હોય છે.

પાન કાર્ડ પર લખેલા આ કોડનો અર્થ શું છે :-

આવકવેરા વિભાગ અનુસાર કોઈપણ પાનકાર્ડ નંબરના પ્રથમ 3 અંકો અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી દર્શાવે છે. આ શ્રેણી AAA થી ZZZ સુધીના અંગ્રેજીમાં કોઈપણ ત્રણ અક્ષર શ્રેણી હોઈ શકે છે. આ નિર્ણય આવકવેરા વિભાગ દ્વારા લેવામાં આવે છે. પાનકાર્ડનો ચોથો અક્ષર આવકવેરા ભરનારની સ્થિતિ રજૂ કરે છે. ઉદાહરણ તરીકે જો ચોથો અક્ષર P હોય તો તેનો અર્થ એ કે આ પાન નંબર વ્યક્તિગત છે એટલે કે તે કોઈ ચોક્કસ વ્યક્તિનો છે.

જો ચોથો અક્ષર F છે તો આ પાન કાર્ડનો અર્થ કોઈ પણ ફર્મ કે લીમીટેડ લાયેબીલીટી પાર્ટનરશીપનો છે. એ જ રીતે જો ચોથો અક્ષર C હોય તો તેનો અર્થ કંપની, H નો અર્થ હિન્દુ અવિભાજિત કુટુંબ, A નો અર્થ એસોસિએશન ઓંફ સંઘ (AOP), B નો અર્થ બોડી ઓંફ ઇન્ડીવીજુઅલ્સ (BOI), T નો અર્થ ટ્રસ્ટ, L નો અર્થ સ્થાનિક ઓથોરિટી, J નો અર્થ આટ્રીફીશીયઅલ જ્યુડીશીયલ પર્સન અને G એટલે સરકારી એજન્સી.

પાનકાર્ડ નંબરનો આ આંકડો તમારી અટક વિશેની માહિતી પણ આપે છે. પાનકાર્ડ કોડ પર છપાયેલ પાંચમો આંકડો અંગ્રેજીનો એક અક્ષર છે. જે પાનકાર્ડ ધારકની અટકનો પ્રથમ અક્ષર દર્શાવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિની અટક કપૂર હોય તો તેમના પાનકાર્ડનો પાંચમો અક્ષર K હશે. જો ગુપ્તા હોયતો પાંચમો અક્ષર G હશે.

બિન-વ્યક્તિગત પાનકાર્ડ ધારકો માટે આ કાર્ડ પર છાપેલ પાંચમો અંક તેમના નામનો પહેલો અક્ષર દર્શાવે છે. અટકના પહેલા અક્ષર પછી ચાર અંકો છાપવામાં આવે છે. જે ૦૦૦૧ થી ૯૯૯૯ ની વચ્ચે કોઈપણ ૪ અંકો હોઈ શકે છે. આ ૪ અંકો તે સમયે ચાલી રહેલી આવકવેરા વિભાગની શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે.

પાનકાર્ડ કોડમાં ૧૦ મા સ્થાને અંગ્રેજી અક્ષર છાપવામાં આવે છે. આવકવેરા વિભાગ અનુસાર આ મૂળાક્ષરોનો ચેક આંક હોઈ શકે છે. એ થી ઝેડ સુધીના કોઈપણ હોવું શક્ય છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.