આપણે પ્રચલિત બોલચાલમાં સાલા શબ્દને એક ગાળના રૂપમાં જોઈએ છીએ અને સાથે જ ધર્મપત્ની ના ભાઈને સાળા, સાલેસાબ જેવા નામથી સંબોધિત કરીએ છીએ.
પૌરાણિક કથાઓ માંથી એક સમુદ્ર મંથનમાં આપણને એક ઉલ્લેખ મળે છે, સમુદ્ર મંથન માંથી જે 14 રત્નો મળ્યા હતા, જેમકે ઝેર, સફેદ ઘોડો, ઐરાવત, કૌસ્તુભમણિ, કામધેનુ, કલ્પવૃક્ષ, દેવી લક્ષ્મી, અપ્સરા રંભા, પારિજાતનું વૃક્ષ, મદિરા (વારુણી દેવ), શંખ (જેનું નામ સાલા હતું), ચંદ્ર, ધન્વતરિ દેવ, અને છેલ્લે અમૃત.
લક્ષ્મીજી મંથન દરમિયાન સ્વર્ણના રૂપથી નીકળ્યા હતા, ત્યાર પછી જયારે શંખ(સાલા) નીકળ્યો, તો તેને લક્ષ્મીજી ના ભાઈ કહેવામાં આવ્યો.
ત્યારથી જ પ્રચલનમાં આવ્યું કે નવ વિવાહિત વહુ, કે ધર્મપત્ની જેને આપણે ગૃહલક્ષ્મી પણ કહીએ છીએ, તેના ભાઈને ખુબજ પવિત્ર નામ સાલા કહીને બોલવામાં (સંબોધવામાં) આવે છે.
સમુદ્ર મંથન દરમિયાન પાંચજન્ય સાલા શંખ પ્રકટ થયો, તેને ભગવાન વિષ્ણુએ પોતાની પાસે રાખી લીધો. આ શંખને વિજયનું પ્રતીક માનવામાં આવે છે, સાથે જ તેની ધ્વનિને પણ ખુબજ શુભ માનવામાં આવે છે.
વિષ્ણુ પુરાણ મુજબ માતા લક્ષ્મી સમુદ્રરાજની પુત્રી છે અને શંખ તેમનો સહોદર ભાઈ છે, અને એવી પણ માન્યતા છે કે જ્યાં શંખ હોય છે, ત્યાંજ લક્ષ્મીનો વાસ હોય છે. આજ કારણોથી હિંદુઓ દ્વારા પૂજા દરમિયાન શંખને વગાડવામાં આવે છે.
જયારે ધન પ્રાપ્તિ માટેના ઉપાય કરો, ત્યારે શંખને નજર અંદાજ ના કરો. લક્ષ્મીજી નો ફોટો કે મૂર્તિ નજીક રાખો. જયારે પણ કોઈ વ્યક્તિનો સાળો ખુશ હોય છે ત્યારે તેમને ત્યાં ધન આગમન નો શુભ સંકેત હોય છે અને તેની વિરુદ્ધ સાલા સાથે ના સબંધ બગડવાથી તે વ્યક્તિને ઘોર દરિદ્રતાનું જીવન જીવવા મળે છે.
એટલા માટે તમારા સાલા સાહેબને સદૈવ પ્રસન્ન રાખજો, લક્ષ્મી સ્વયં ચાલીને તમારા ઘરે આવશે અને તમારા ઘરમાં વાસ કરશે.