જ્યારે બે ચોરોએ મહોમ્મદ બેગડાના મહેલમાં ચોરી કરવા માટે મહાકાળી માતા પાસે રજા માંગી….

Story

પાવાગઢમાં રાજા પતયના પછી પાવાગઢનું રાજ ગયું. અને મહોમ્મદ બેગડાનું રાજ આવ્યું. ત્યારે મહોમ્મદ બેગડો માથાભારે રાજાની છાપ ધરાવતો હતો. પણ પાવાગઢમાં બે ચોર હતા જેમનું નામ ખાપરો અને ઝવેરી. આ ખાપરો અને ઝવેરી મહાકાળી માતાના જબરા ભક્ત હતા. જે કાંઇ પણ ચોરતા તેમાં ત્રીજો ભાગ મહાકાળી માતાને ધરતા. આ ખાપરો અને ઝવેરી પાવાગઢ ફરતા પંથકમાં મહાકાળીના જોરે ચોરીઓ કરતા.

એક દીવસ આ ખાપરા- ઝવેરીએ વીચાર કરીયો કે, આપણે મહોમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવી છે. એટલે આ બન્ને મહાકાળીના મઢે આવીને કીધું કે, જો મહાકાળી રજા આપતી હોય તો મહોમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાઉ છે.

એટલે મહાકાળીએ રજા આપી અને કીધું કે, તમે બન્ને મહોમ્મદ બેગડાના રાજમાં ચોરી કરવા જાવ હું તમારી સાથે છું. પણ આ તમારી પહેલી અને છેલ્લી ચોરી હશે. એટલે ખાપરો અને ઝવેરી મહોમ્મદ બેગડાના રાજમાં રાત્રે ચોરી કરવા ઉતયાં.

રાજમહેલમાં ઘુસીને આ બન્નેએ 4 કીંમતી રતન ઉપાડ્યા. પછી આ બન્નેએ વીચાર કરીયો કે, આપણે 4 રતન ચોરીને લઇ જશું તો મહોમ્મદ બેગડાને ખબર નહીં પડે કે, આ ચોરી ખાપરા અને ઝવેરીએ કરી છે. એટલે એક રતન પાછું મુકીને ત્રણ રતન લઇને આ બન્ને ચોર પોતાના ઘરે આવ્યા.

સવારમાં મહોમ્મદ બેગડાના રાજમાં ચોરી ચોરીની બુમો પડી. એટલે મહોમ્મદ બેગડાએ તેમના વજીરને કીધું કે, મારા રાજમાં ચોરી કરે એવા આપણા પાવાગઢમાં કોણ ચોર હશે. મારી આવી ધાક છે તોય ચોરી કરવાની હીમ્મત કરી. એટલે વજીરે કીધું કે, આપણા પાવાગઢમાં બે જ એવા ચોર છે એક ખાપરો અને બીજો ઝવેરી. આ બન્ને ચોરોને હજુ સુધી કોઇએ જોયા નથી., એટલે રાજાએ પાવાગઢમાં ઢંઢેરો પીટાવ્યો કે, ખાપરા-ઝવેરીને માલુમ થાય કે, હું જે ઢોલીયા ઉપર સુવું છે તેના ચાર પાયા સાવ સોનાના છે. જો આ ખાપરા- ઝવેરીએ અસલ માંનું દુધ પીધું હોય તો ફરીથી મારા રાજમાં ચોરી કરે.

ખાપરા – ઝવેરીને આ ઢંઢેરાની ખબર પડી એટલે આ બન્ને મહાકાળીના મઢે આવીને બોલ્યા કે, મહાકાળી અમે તો ત્રણ રતન ચોરી લાવ્યા છે, અમારી સાત પેઢી ખાય તોય ખુંટે એવું નથી. પણ આ તો ચૂનોતીની વાત છે, જો મહાકાળી રજા આપતી હોય તો અમારે મહોમ્મદ બેગડાના રાજમાં તેના ઢોલીયાના સોનાના ચાર પાયા કાઢવા જવું છે. એટલે મહાકાળી બોલી કે, હું મહાકાળી તમારી સાથે આવું છે. જો મહોમ્મદ બેગડાને હાંફ ના ચઢાવી દઉ તો મારૂં મહાકાળીનું વેણ છે.

બીજા દીવસે રાજા ઉઠ્યો તો. સોનાના પાયાની જગ્યાએ લાકડાના ટેકા મુકેલા જોયા. રાજાએ વીચાર કરીયો કે, હવે આ બન્ને ચોર જબરા માથાભારે છે, મારે આ બન્નેને જોવા પડશે. ફરી પાછો મહોમ્મદ બેગડાએ રાજ્યમાં ઢંઢેડો પીટાવ્યો કે, ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે, મારા રાજમાં સોના- ચાંદીના દાગીનાથી ભરેલૂં એક ઉંટ ફરતું મુકું છું. જો તમે જબરા હોય તો આ ઉંટને ચોરી બતાવજો..

આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે આ બન્ને મહાકાળીના મઢે આવ્યા અને કીધું કે, મહાકાળી આ મહોમ્મદ બેગડો હઠે ભરાયો છે. જો તુ દોઢ આપતી હોય તો આ ઉંટ ઝાલવા અમારા બન્નેએ જાવું પડશે. એટલે મારી પાવાગઢની વાઝેણે દોઢ આપ્યો. અને ખાપરો અને ઝવેરી ઉંટ પકડવા મારગે પડ્યા પણ આ ઉંટ પકડવું આઘરૂં હતું. આ ઉંટની સુરક્ષા માટે 50 સૈનીકો હતો. એટલે આ ઉંટ જ્યાં પણ જાય ત્યાં આ 50 સૈનીકો સાથે રહેતા. પછી આ ખાપરા અને ઝવેરીએ આ ઉંટને રોટલા નાખવાનું શરૂ કરીયું.

એક દીવસ રોટલા ખવડાવ્યા, બે દીવસ આમ કરતા કરતા દશ દીવસ રોટલા ખવડાવીને ઉંટને હેવાયલો કરીયો. એટલે રોજ ઉંટ ફરતું ફરતું ખાપરા – ઝવેરીના ઘર પાસે આવીને ઉભો રહે. 10-12 દીવસ થયા એટલે આ 50 સૈનીકો પણ કંટાળ્યા કે, આ ઉંટને ચોરવા કોઇ આવતું નથી અને આ ઉંટ આટલામાં જ ફરે છે.

પછી એક દીવસની રાત્રે આ ઉંટ ખાપરા અને ઝવેરીના ઘર પાસે આવ્યો પણ ખાપરા અને ઝવેરીએ રોટલા ના નાખ્યા. એટલે ઉંટ રોટલાની લાલચે ખાપરા – ઝવેરીના ઘર પાસે ઉંઘી ગયો. પેલા સૈનીકો પણ ઉંટને જોતો જોતા થોડીવાર આંખ પાંસરી કરી કે, ખાપરા અને ઝવેરીએ આખે – આખો ઉંટ તેમના ઘરના ભોંયરામાં દોરીને લઇ ગયા.

બીજા દીવસે રાજાને ખબર પડી કે, હવે આ ચોર પકડાશે નહીં. એટલે રાજાએ ફરી એક ઢંઢોડો પીટાવ્યો કે, ખાપરા – ઝવેરીને ખબર પડે કે, તમારી બધી ચોરી માફ, મેં મહોમ્મદ બેગડે તમને જોયા નથી. તમે મારા મહેલમાં આવો. મારે તમને ઇનામ આપવું છે.

એટલે ખાપરો અને ઝવેરીએ મહાકાળીને કીધું કે, મહોમ્મદ બેગડાએ અમને રાજમહેલમાં બોલાવ્યા છે. જો તુ રજા આપતી હોય તો અમે બન્ને રાજ મહેલમાં જઇએ. કેમ કે આ રાજા માથાભારે હતો. ક્યાં રાજમહેલમાં બોલાવીને ફાંસીએ ચડાવી દે તો. એટલે મહાકાળી બોલ્યા કે, તમે રાજાને ય સરમાવે એવા કપડાં પહેરીને રાજમહેલમાં જાવ. જો તમને છેતરીને માર ખાવા દઉ તો મારૂં કલકત્તાથી ગાંડી ગુજરાતમાં આવવું નકામું પડે. એટલે ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા. રાજાએ બન્નેના સારા સામૈયા કરીને ઇનામ આપ્યું.

જો તમને દુઃખ પડે અને મારી મહાકાળીની જરૂર પડે તો વનકટીમાં સંભાળજો, દોડીને ભેગી થાશે. ભેગી થઇને તો તમારૂં કાંડુ પકડશે તો મીત્રો તમારૂં આયખું સુનુ મુકશે નહીં….બાપો મહાકાળી…બાપો…..

જોકે આજની તારીખે પણ ખાપરા અને ઝવેરીનું પાવાગઢમાં ભોંયરૂં છે, કહેવાય છે કે સરકારે આ ભોંયરાને ધન કાઢી લઇને સીલ મારી દીધું છે. જેને ના જોયું હોય તે જોઇ આવજો.

સંપાદક:-પ્રજાપતિ તુષાર ~ ઝાકળ

Leave a Reply

Your email address will not be published.