પેટના ગેસને તરત જ કરી દેશે ગુડ બાય, જાણો આ ચમત્કારી દાદી-નાની ના ઘરેલુ ઉપાય…

Health

આજના સમયમાં ફક્ત વૃદ્ધ લોકો જ નહીં, બાળકો અને યુવાનો પણ પેટમાં થતા ગેસની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ખોટી ખાવા-પીવાની આદતને કારણે આ સમસ્યા ઉભી થાય છે. જો તેની સમયસર સારવાર કરવામાં ન આવે તો તેનાથી ઘણી મોટી બીમારીઓ થઇ શકે છે. પેટમાં થતા ગેસનો ઈલાજ ઘરે હાજર રહેલી કેટલીક વસ્તુઓથી કરી શકાય છે. તો ચાલો જાણીએ દાદી- નાનીના આ ઉપાય વિશે.

તજ
તજ પેટમાં થતી ગેસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે, એક ચમચી તજ પાવડર ગરમ પાણી સાથે મિક્સ કરો. તમે ઇચ્છો તો મધ પણ ઉમેરી શકો છો.જે તમને પેટમાં થતી ગેસની સમસ્યાથી રાહત આપશે.

આદુ
ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આદુનો ઉપયોગ કરો. તેના માટે આદુ, વરિયાળી અને એલચી સમાન પ્રમાણમાં લો અને પાણીમાં બરાબર મિક્ષ કરી લો. તેમાં એક ચપટી હિંગ પણ ઉમેરો. દિવસમાં એક કે બે વાર આ પ્રવાહી પીવાથી તમને રાહત મળશે.

લીંબુ અને બેકિંગ સોડા
લીંબુ અને બેકિંગ સોડા ચપટીમાં પેટમાં થતી ગેસની સમસ્યાને દૂર કરે છે. એક લીંબુના રસમાં બેકિંગ સોડા ઉમેરો, ત્યારબાદ તેમાં પાણી અને થોડો વધુ બેકિંગ સોડા ઉમેરો. તેને સારી રીતે ઓગાળો, ધીમે ધીમે તેનું સેવન કરો. જો તમે ઇચ્છો, તો ફક્ત બેકિંગ સોડા ઉમેરીને એક ગ્લાસ પાણી પી શકો છો.

લસણ
લસણમાં હાજર રહેલા તત્વો ગેસની સમસ્યાથી રાહત આપે છે. પાણીમાં લસણની કેટલીક કળીઓ ઉકાળો. હવે તેમાં કાળા મરીનો પાઉડર અને જીરું નાખો. તેને ગાળી અને ઠંડુ થાય પછી પીવો. તેની ઝડપથી અસર જોવા માટે, દિવસમાં બેથી ત્રણ વખત તેનું સેવન કરો.

હીંગ
હીંગનું પાણી પીવાથી ગેસથી રાહત મળે છે. તેને બનાવવા માટે, એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને દિવસમાં બેથી ત્રણ વાર પીવો. તમને જલ્દી જ આરામ મળશે. જો હિંગનું પાણી પીવામાં તકલીફ થાય તો હિંગમાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને પેટ પર માલિશ કરો. થોડા સમય પછી, તમારી ગેસ સમસ્યા ગાયબ થઈ જશે.

વરિયાળી
ગેસ થાય ત્યારે, પાણી ગરમ કરો અને તેમાં વરિયાળી ઉમેરો, એ પાણી ગેસથી રાહત આપે છે. તમે ઇચ્છો તો વરિયાળીનાં પાન પણ ચાવી શકો છો.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *