નવજાત શિશુ ને બેગમાં એક ચિઠ્ઠી સાથે ભરીને તેનો બાપ છોડીને જતો રહ્યો અને જે લખ્યું હતું એ જાણીને તમે પણ તમારા આંસુ રોકી નહિ શકો.

News

એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જેમાં એક શખ્સે પોતાના ૫ મહિનાના પુત્રને બેગમાં મૂકીને કેટલીક મહત્વની બાબતો એક પત્ર સાથે છોડી દીધો હતો. આ ઘટના યુપીના અમેઠીના મુનશીગંજ વિસ્તારના ત્રિલોકપુર વિસ્તારની છે. જ્યાં એક બાળક બેગની અંદરથી રડતો હતો. જ્યારે આસપાસના લોકોએ રડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેઓએ પોલીસને જણાવ્યુ આ બેગ વિશે.પોલીસ ઘટના સ્થળે પહોચી અને તપાસ દરમિયાન પોલીસને બેગની અંદર ૫ મહિનાનું બાળક મળી આવ્યું હતું.

પોલીસને બાળક સાથે બેગમાં એક પત્ર તેના કપડાં, ૫૦૦૦ રૂપિયા અને કેટલીક અન્ય મહત્વપૂર્ણ ચીજો પણ મળી આવી હતી. એક અંદાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પત્ર તે બાળકના પિતા દ્વારા લખવામાં આવ્યો હોવો જોઈએ. પત્રમાં લખ્યું છે કે “આ મારો પુત્ર છે.” હું ૬-૭ મહિના માટે તમારી પાસે છોડી રહ્યો છું. મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે, તેથી હું મારા પુત્રને તમારી પાસે છોડું છું.

હું તમને દર મહિને ૫ હજાર રૂપિયામા મોકલતો રહીશ. તો તેને સુરક્ષિત રાખવા માટે હાથ જોડીને આજીજી કરે છે, કારણ કે આ બાળકની માતા નથી. આ મારા પરિવારથી આને ખતરો છે. બધું બરાબર કર્યા પછી હું આ બાળકને ચોક્કસ તમારી પાસેથી લઈશ. જો તમને વધુ પૈસાની જરૂર હોય તો મને જણાવો, હું તમને આપીશ.

હાલમાં પોલીસે બાળકને તે વ્યક્તિને આપી છે જેણે પોલીસને જાણ કરી હતી અને તેની સાથે પોલીસ પણ તપાસ કરી રહી હતી કે કોણ અહીં બેગમા મૂકી ગયું છે. આશા છે કે તે વ્યક્તિ ને ટૂંક સમયમાં પોલીસ શોધી કાઢે અને તેને તેના બાળકને સોંપી દેશે.

Leave a Reply

Your email address will not be published.