જામનગરનો આ પોલીસ જવાન મહિલા સાથે જાહેરમાં ભાન ભુલ્યો

News

શહેર ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકીઝ વિસ્તારમાં વાહન ટોઇગ કરતા સમયે ટ્રાફિક પોલીસ અને એક દંપત્તી વચ્ચે વાહન ટોઇંગ કરવા મુદ્દે ઘર્ષણ થયું હતું. દંપત્તીનું વાહન ટોઇંગ કરી લેતા દંપત્તીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને મામલો વધારે વણસતા ઝપાઝપી પણ કરી હતી. પોલીસ અને દંપત્તી વચ્ચેની બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સવારે સાડાઅગિરાય વાગ્યાના અરસામાં જામનગર ટ્રાફિક પોલીસવાને સજુબા ગર્લ્સ હાઇસ્કુલ નજીકથી ટોઇંગ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે દંપત્તીની મોટરસાઇકલ પણ ટોઇંગ કરતા દંપત્તીએ ફરજ પરના ટ્રાફીક જવાન સાથે બોલાચાલી કરી હતી. જેથી ટ્રાફિક પોલીસે યુવકનો કાંઠલો પકડી લીધો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન યુવક અને તેની પત્નીએ પોલીસ સાથે ઝપાઝપી કરતા મુદ્દો વણસી ગયો હતો.

જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતા પોલીસ જવાને યુવકને ફડાકા ઝીંક્યા હતા. ત્યાર બાદ પત્નીની હાજરીમાં જ પોલીસ જવાને યુવકને ગંદી ગાળો બોલી હતી જે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. રણજીત રોડ જેવા ટ્રાફીકથી સતત ધમધમતા વિસ્તારમાં વાહન ચાલક દંપત્તી અને ટ્રાફિક પોલીસ વચ્ચે વાહનો ટોઇંગ કરવા બાબતે બબાલ થતા લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા. જેના કારણે રસ્તા પર ભારે જામ સર્જાયો હતો.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *