પ્રિયંકા ચોપરાના સસુરાલમાં વર્ષ્યા હોળીના રંગ, જુઓ દેશી ગર્લ્સએ શું હાલ કર્યા સાસરીયાઓના

Bollywood

બોલિવૂડની દેશી ગર્લ અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા વિદેશી વહુ બની ગઈ છે. ભલે તે આ દિવસોમાં પતિ નિક જોનાસ સાથે લંડનમાં રહે છે, પરંતુ ભારતના કોઈ પણ તહેવારની ઉજવણી કરવાનું ક્યારેય ભૂલતી નથી. પ્રિયંકા ભારતમાં દરેક તહેવાર સંપૂર્ણ ઉત્સાહથી ઉજવે છે. જેમાં નિક જોનાસ સહિત તેના પરિવારના બધા સભ્યો શામેલ થાય છે. આ વખતે, પ્રિયંકાએ પણ તેમના પરિવાર સાથે હોળીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવ્યો છે.

વિદેશી બાબુ નિક જોનાસને પ્રિયંકા પહેલા જ પોતાના પ્રેમના રંગમાં રંગી ચૂકી છે. આ વખતે તેણે નિકને હોળીના રંગોમાં ભીંજાવ્યો છે. પ્રિયંકાએ ખુદ લંડનમાં હોળીની ઉજવણીની આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં નિકના માતા-પિતા પણ પ્રિયંકા અને નિક સાથે જોવા મળી રહ્યા છે. તે બધા હોળીના રંગોમાં રંગાયેલા હેપ્પી પોઝ આપી રહ્યા છે. તસવીરો શેર કરવા ઉપરાંત પ્રિયંકાએ પણ તેના ચાહકોને હોળીની શુભકામનાઓ આપી છે.

તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “હોળીનો ઉત્સવ મારા પ્રિય ઉત્સવમાંનો એક છે. આશા છે કે આપણે બધા આપણા પ્રિયજનો સાથે ઉજવણી કરીએ, પરંતુ પોતાના ઘરોમાં. આપ સૌને હોળીની શુભકામના. ”

પ્રિયંકાએ સફેદ ટી-શર્ટ સાથે સ્વેટપેન્ટસ પહેરેલ છે. આ ઉપરાંત તે હાથમાં વોટરગન છે. ઓરેન્જ ગુલાલમાં પ્રિયંકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. રંગોમાં રંગાયેલા નિક જોનાસ પણ ખૂબ સુંદર દેખાઈ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે વિદેશમાં હોવા છતાં પણ પ્રિયંકા ભારતીય સંસ્કૃતિ સાથે ખૂબ સંકળાયેલી છે. ગણપતિ ઉત્સવથી લઈને કરવચૌથ અને દિવાળી સુધી, પ્રિયંકાએ સાસરિયાંમાં સંપૂર્ણ ધાંધલ-ધમાલ સાથે ઉજવ્યો છે. અને પ્રિયંકાના સાસુ-સસરા પણ હોળીનો રંગમાં રંગાયેલા નજરે પડે છે.

Leave a Reply

Your email address will not be published.