પોતાની જાત પરના વિશ્વાસ અને સખત મહેનતના સથવારે એક સામાન્ય વોચમેન IIM નો પ્રોફેસર બની ગયો.

Story

ઘાસ માટીની ઝૂંપડીમાં રહેતો અને મહિનાના માત્ર 4000 રૂપિયાના પગારથી વોચમેન તરીકે નોકરી કરતો કેરળનો રણજીથ રામચંદ્રન ભારતની ટોચની મેનેજમેન્ટ સંસ્થા આઇઆઇએમ રાંચીમાં પ્રોફેસર બની ગયો.

કેરળના નાના એવા ગામમાં રહેતો રણજીથ ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટો હતો. પિતાજી દરજીકામ કરતા અને માતા મનરેગામાં મજૂરી કામ કરવા માટે જતી. રણજીથ ભણવામાં હોશિયાર હતો પણ ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી.

12માં ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવારને આર્થિક ટેકો કરવા ભણવાનું છોડી દેવાનું નક્કી કર્યું ત્યારે એના પિતાજીએ રણજીથને આગળનો અભ્યાસ ચાલુ રાખવા પ્રેરણા આપી.

અભ્યાસ પણ ચાલુ રહે અને પરિવારને મદદ પણ થાય એટલે રણજીથે કોલેજના અભ્યાસની સાથે વોચમેન તરીકે નોકરી પણ ચાલુ કરી. દિવસના કોલેજે ભણવા જાય અને આખી રાત વોચમેન તરીકે કામ કરે. કોલેજ પૂરી કર્યા બાદ કામ કરતા કરતા પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું.

પીએચડી કરવાની ઈચ્છા હતી પણ અંગ્રેજી ફાવતું નહોતું. હિંમત હાર્યા વગર સખત મહેનત કરીને અંગ્રેજી પર પ્રભુત્વ મેળવ્યું અને પીએચડી પણ પૂરું કર્યું.

થોડો સમય બેંગલુરુની એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી અને હવે રણજીથ રામચંદ્રનની પસંદગી ભારતની ટોચની મેનેજમેન્ટ કોલેજોમાં જેની ગણના થાય છે એવી આઇઆઇએમ રાંચીમાં પ્રોફેસર તરીકે પસંદગી થઈ.

પોતાની જાત પરના વિશ્વાસ અને સખત મહેનતના સથવારે એક સામાન્ય વોચમેન આઇઆઇએમનો પ્રોફેસર બની ગયો.

લેખક સૌજન્ય:- શૈલેષ સગપરીયા

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.