ICU દાખલ હતી કોરોનાની દર્દી, વોર્ડબોય આખી રાત કરતો રહ્યો ગંદુ કામ, દર્દથી બેહાલ મહિલા બુમો પણ ન નાખી શકી…

News

કોરોનાના આ સમયગાળા દરમિયાન, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની માનસિક હાલત પહેલેથી જ ખરાબ હોય છે. અને ઉપરથી હોસ્પિટલનાં બિલ, ઓક્સિજન ન મળવા અને ઈન્જેકશનના કાળા બજારનું ટેન્શન. આ દરમિયાન, આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે જ્યાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોવિડ -19 સંક્રમીત મહિલાઓ સાથે ગંદુ કામ થઈ રહ્યું છે. માનવતાને પણ શરમાવે એવો આ કિસ્સો રાજસ્થાનની રાજધાની જયપુરમાં જોવા મળ્યો છે.

જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં એક મહિલા તેની કોરોનાની સારવાર લઈ રહી હતી. તેની તબિયત ખરાબ થવાને કારણે તેનું ઓપરેશન પણ થયું હતું. ઓપરેશન બાદ મહિલાને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તેને ઓક્સિજન પર રાખવામાં આવી હતી અને અર્ધજાગ્રત અવસ્થામાં ઓક્સિજન પાઇપ કાઢી ન નાંખે એટલા માટે તેના હાથ પણ બાંધેલા હતા. દરમિયાન ત્યાં કામ કરતા એક વોર્ડ બોયની મહિલાને જોઈને નજર બગડી હતી અને તેણે આખી રાત મહિલા સાથે ગંદુ કામ કર્યું હતું.

વોર્ડ બોય જ્યારે ગંદુકામ કરી રહ્યો હતો તે દરમિયાન મહિલા ઘણી વખત મૂર્છિત પણ થઈ ગઈ હતી. મહિલાના શરીરમાં એટલી તાકાત નહોતી કે તે ચીસો પાડી શકે, બસ આનો જ લાભ ખુશીરામ ગુર્જર ઉઠાવ્યો. આરોપી જ્યારે આ ગંદુકામ કરતો હતો તે દરમિયાન મહિલાને વારંવાર ચીમટી પણ ભરતો હતો તે જોવા માટે કે મહિલા સભાન છે કે બેભાન છે. બીજા દિવસે જ્યારે મહિલાનો પતિ આવ્યો ત્યારે પીડિતાએ ઇશારામાં પોતાનું દર્દ જણાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સમજી શક્યો નહીં. પછી એ સ્ત્રીએ એક કાગળમાં લખીને જણાવ્યું. પત્નીનું લખેલી વાતથી પતિના હોશ ઉડી ગયા હતા. તેણે તાત્કાલિક હોસ્પિટલને અને પોલીસને ફરિયાદ કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીની ઓળખ કરી હતી અને ત્યારબાદ તેના મોબાઇલ નંબરનું લોકેશન શોધીને તેની ધરપકડ કરી હતી. આરોપી ખુશીરામ ગુર્જર કારૌલી જિલ્લાના નાદૌતી ગામનો છે. તે જયપુરની શેલ્બી હોસ્પિટલમાં નર્સિંગ વર્કર તરીકે કામ કરતો હતો અને શહેરમાં ભાડે મકાનમાં રહેતો હતો.

આ કેસની તપાસ કરી રહેલા જયપુરના ડીસીપી પ્રદીપ મોહન શર્માએ જણાવ્યું હતું કે આ મામલો ખૂબ ગંભીર છે. આરોપીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં તેને નિશ્ચિત સજા આપવામાં આવશે. પીડિતાના પતિએ ચિત્રકૂટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે હોસ્પિટલના નિયમો અનુસાર કોઈને પણ આઈસીયુમાં દર્દી સાથે રહેવાની મંજૂરી નથી. નર્સે તેને કહ્યું કે જરૂર પડશે તો અમે તમને ફોન કરીશું. તેથી, રાત્રે તે સુવા માટે ઘરે ગયો હતો. પરંતુ તેને શું ખબર હતી કે તેની પત્નીની જિંદગી એજ હોસ્પિટલમાં બરબાદ થઈ જશે જ્યાં તે તેની પત્નીનો જીવ બચાવવા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *