કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિ માસ્ક લગાડીને ફરતા હોય છે. માસ્ક લગાડવાથી કેટલાય ફાયદાઓ થતા હોય છે. બસ આમાં એકમાત્ર સમસ્યા એ છે કે ઘણી વખત આપણે માસ્કના કારણે ચહેરાને યોગ્ય રીતે ઓળખી શકતા નથી. જ્યારે કોઈના ચહેરા પર માસ્ક હોય છે, ત્યારે તેને ઓળખવામાં ભૂલ થાય છે. આવી જ એક ભૂલ રાજસ્થાનની એક અપહરણકર્તાની ગેંગ સાથે થઈ હતી. અહીં ચાર પાંચ ગુંડાઓ મળીને 15 વર્ષની એક યુવતીનું અપહરણ કરે છે. જો કે, તેણે જ્યારે યુવતીનો માસ્ક કાઢ્યું ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
અપહરણકારો દ્વારા અપહરણ કરાયેલી યુવતી એ યુવતી નહોતી જેને તે ઉપાડવા આવ્યા હતા. ખોટી યુવતીનું અપહરણ કર્યા પછી, તેઓ કહેવા લાગ્યા કે આપણાથી મોટી ભૂલ થઇ છે. ચાલો આને પાછી મૂકી આવીએ. આ અજીબ કિસ્સો રાજસ્થાનના અલવર શહેરની દરુકુટા કોલોનીનો છે. અહીં, દસમાં ધોરણમાં ભણતી એક છોકરી તેના મિત્રના ઘરે ચહેરા પર માસ્ક લગાવીને ચાલતી જતી હતી. રસ્તામાં એક વાન આવીને ઉભી રહી અને તેમાંથી ચાર પાંચ ગુંડાઓ નીચે ઉતર્યા અને છોકરીના ચહેરા પર કપડા નાખીને તેનું અપહરણ કર્યું હતું.
જ્યારે વાન શહેરની બહાર નીકળી ગઈ ત્યારે તેઓએ છોકરીના ચહેરા પર નાખેલું કપડું કાઢીને યુવતીએ લગાડેલું માસ્ક કાઢી નાખ્યું. તેઓએ માસ્ક કાઢતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. તેઓ કહેવા લાગ્યા કે આ એ છોકરી નથી, જેનું આપણે અપહરણ કરવા આવ્યા છીએ. આવી સ્થિતિમાં ગુંડાઓએ યુવતીના કાનની બુટી કાઢી લીધી અને વેનમાંથી ટ્રાન્સપોર્ટ સિટીમાં મૂકી ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ, પુત્રીના ગાયબ થવા અંગે પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. જો કે, આના થોડા સમય પછી, યુવતીએ તેની માતાને ફોન કરીને તે જ્યાં હતી ત્યાં બોલાવી હતી અને યુવતી સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચતાં યુવતીએ આખી વાત પરિવાર અને પોલીસને જણાવી હતી. યુવતીની વાત સાંભળ્યા બાદ પોલીસે અજાણ્યા ગુંડાઓ સામે ગુનો નોંધ્યો હતો. તેઓ હાલમાં આ ઘટનાની તપાસ ઉંડાણપૂર્વક કરી રહ્યા છે.
બીજી તરફ, કેટલાક લોકો એવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે પોલીસ હોવા છતા ધોળા દિવસે કેવી રીતે કોઈ છોકરીનું અપહરણ કરી શકાય. શું હવે છોકરીઓ સુરક્ષિત નથી? આ સમગ્ર મામલો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. દરેક જણ આ વિશે વાત કરી રહ્યા છે. દરેક માતા-પિતા તેમની પુત્રીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેઓ માંગ કરી રહ્યા છે કે શહેરમાં સુરક્ષાનું સ્તર વધારવામાં આવે. તેમજ અપહરણ કરનારાઓને શોધીને જલ્દીથી જેલમાં મોકલી દેવા જોઈએ જેથી તેઓ ફરીથી આવી ઘટના ન કરે.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.