એક થપ્પડે કાઢી નાખી રાજેશ ખન્નાની હવા, કહ્યું – સુપરસ્ટાર હશે એના ઘરનો…

Bollywood

હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર તરીકે રાજેશ ખન્નાનો રૂવાબ એક સમયે ફિલ્મ ઉદ્યોગમાં ટોચ પર હતો. રાજેશ ખન્નાએ તેની ઉત્કૃષ્ટ કામગીરીથી દુનિયાભરમાં નામ કમાવ્યું છે. બોલિવૂડમાં બીજા કોઈ કલાકારને રાજેશ ખન્ના જેવો સ્ટારડમ મળ્યો નથી. જો કે, જ્યારે રાજેશ ખન્ના તેની કારકિર્દીની ટોચ પર હતા, ત્યારે બોલિવૂડના જાણીતા અભિનેતાએ તેમને થપ્પડ મારીને થોડી ક્ષણો માટે તેમના સ્ટારડમનું ભૂત ભગાડી દીધું હતું. ચાલો આજે અમે તમને આ કિસ્સા વિશે જણાવીશું…

રાજેશ ખન્નાએ પોતાની ફિલ્મ કારકીર્દિની શરૂઆત વર્ષ 1966 માં ફિલ્મ આખરી ખત થી કરી હતી. માત્ર થોડા જ વર્ષોમાં રાજેશ ખન્નાએ સુપરસ્ટારનો બની ગયો હતો. તેણે સતત 15 સફળ હિટ ફિલ્મો આપીને બોલિવૂડમાં સિક્કો પાડી દીધો હતો. કોઈ પણ અભિનેતા આવી રીતે સળગ 15 હિટ ફિલ્મો નથી આપી શક્યું અને તેના ગયા પછી પણ નહીં. આજે પણ આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.

રાજેશ ખન્નાને તમામ વર્ગના લોકો ખુબજ પસંદ કરતા હતા. છોકરીઓ પોતાના લોહીથી રાજેશ ખન્નાને પત્રો લખતી હતી અને તેમના નામે સિંદૂર માથામાં લગાડતી હતી. રાજેશ ખન્ના પ્રેમથી ‘કાકા’ ના હુલામણા નામે ઓળખાતા. આજ સુધી રાજેશ ખન્ના જેવો સ્ટારડમ કોઈએ મેળવ્યો નથી. ‘કાકા’એ તેની કારકિર્દીમાં ઘણી સફળતા અને પ્રસિદ્ધિ મેળવી હતી, પરંતુ જ્યારે પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક મહમૂદએ ‘કાકા’ને થપ્પડ મારી દીધી હતી ત્યારે રાજેશ ખન્નાનું સ્ટારડમનું ભૂત ઉતરી ગયું હતું.

વાત એમ હતી કે મહેમૂદે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિનેત્રી હેમા માલિની લઈને ફિલ્મ બનાવી હતી. જેનું નામ ‘જનતા હવાલદાર’ હતું. આ ફિલ્મ વર્ષ 1979 માં રિલીઝ થઈ હતી. ફિલ્મનું કેટલુંક શુટિંગ મહેમદના ફાર્મ હાઉસ પર પણ કરાયું હતું. તમને જણાવી દઈએ કે, મહમૂદ પણ તેના સમયનો મોટો સ્ટાર રહ્યો છે. પાછળથી, તેણે દિગ્દર્શકની દુનિયામાં પણ હાથ અજમાવ્યો હતો.

મહેમુદના ફાર્મ હાઉસમાં ‘જનતા હવાલદાર’નું શૂટિંગ ચાલી રહ્યું હતું, આ દરમિયાન મહેમૂદના દીકરો ત્યાંથી જઈ રહ્યો હતો અને રાજેશ ખન્ના આવી રહ્યો હતો ત્યારે મહેમુદના દીકરાએ રાજેશ ખન્નાને જોયા પછી માત્ર કેમ છો ? એટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. આવી સામાન્ય વાતથી રાજેશ ખન્નાનો અહંમ ઘવાયો હતો. કારણ કે જ્યાં લોકો તેમના માટે દિવાના, તેમની આગળ પાછળ ફરતા હતા ત્યારે મહમૂદનો દીકરો તેમને, કેમ છો ? કહીને ચાલ્યો ગયો તેમાં તેમનો અહંમ ઘવાયો હતો.

રાજેશ ખન્નાને મહેમૂદના દીકરાનું આવું વર્તન ખટકવા લાગ્યું અને તે આથી ખૂબ નારાજ હતો. આ કારણે રાજેશ ખન્ના ફિલ્મના સેટ પર મોડેથી આવવા લાગ્યા. સેટ પર મોડેથી આવવું હવે તેની રૂટિનનો ભાગ બની ગયું હતું. પરંતુ મહેમૂદને આ ગમ્યું નહીં અને તેણે રાજેશ ખન્નાને થપ્પડ મારી દીધી. જ્યારે રાજેશ ખન્ના સેટ પર મોડેથી આવવાનું શરૂ કર્યું, ત્યારે મહેમૂદને કામકાજમાં મુશ્કેલીઓ થવા માંડી. ‘કાકા’ ને કારણે મહેમૂદને કલાકો સુધી રાહ જોવી પડતી હતી.

રાજેશ ખન્નાને સેટ પર જોઈને એક દિવસ મહેમૂદ ખૂબ ગુસ્સે થયો અને બેકાબૂ થઈને મહેમૂદે બળજબરીથી ‘કાકા’ ને થપ્પડ મારી દીધી. મહમૂદે કાકાને કહ્યું, ‘તમે તમારા ઘરના સુપરસ્ટાર હશો, મેં તમને ફિલ્મમાં કામ કરવાના પૈસા આપ્યા છે અને તમારે આ ફિલ્મ સમયસર આવીને પુરી કરવી પડશે.’ એક ક્ષણ માટે રાજેશ ખન્ના સમજી શક્યા નહીં કે તેમની સાથે શું થયું છે. જો કે, પાછળથી બધું બરાબર થઈ ગયું અને ‘કાકા’ સમયસર પહોંચવા લાગ્યા.

Leave a Reply

Your email address will not be published.