કોરોનાની રસી મુકાવો અને સાથે સોનુ લઇ જાઓ, ગુજરાતના આ શહેરમાં રસી મુકાવા માટે લાગી લાંબી લાઈન..

News

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે વધુમાં વધું લોકો કોરોના ની રસી મૂકાવે તેવા સરકારી તંત્ર અને સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં સમસ્ત સોની સમાજનો વેક્સીનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સોની સમાજે કોરોના રસી મૂકાવતા લોકોને પ્રોત્સાહિત કરવા સોનાની ચૂક અને હેન્ડ બ્લેન્ડર આપી નવતર પ્રયોગ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા વધુમાં વધુ લોકોને વેક્સિન મૂકવા તંત્રને સૂચના આપવામાં આવી છે. જોકે રાજકોટમાં સમસ્ત સોની સમાજનો વેક્સીનેશન કેમ્પમાં સોની બજારમાં આવેલ કોઠારીયા નાકા પાસેની કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. જેમાં લોકો સ્વયંભૂ વેકસીન લેવા પહોંચ્યા હતા. તેની પાછળનું મુખ્ય કારણ હતું કોરોનાની રસી મુકાવનાર વ્યક્તિને આપવામાં આવી રહી હતી ગિફ્ટ.

કોરોનાની રસી મુકાવવા માટે સમસ્ત સોની સમાજની 700 મહિલાઓને સોનાની નાકની ચૂંક અને 631 પુરૂષોને હેન્ડ બ્લેન્ડર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સોની કામ સાથે જોડાયેલા લોકોએ વેક્સીનેશન કેમ્પનો લાભ લીધો હતો. વેક્સીન મૂકાવનારને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવતા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે જ લોકો વધુમાં વધુ વેક્સીન મૂકાવીને સુરક્ષિત થાય તેવી લોકોને અપીલ કરવામાં આવી હતી.

રાજકોટ સોની સમાજના અગ્રણી અને ભાજપ સાથે જોડાયેલા અરવિંદભાઈ પાટડીયાએ રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સોની સમાજના લોકો માટે વેક્સીનેશન કેમ્પ યોજ્યો હતો. જેમાં 700 મહિલાઓ અને 631 પુરૂષોએ વેક્સીન મુકાવી હતી. એક સોનાની ચૂક અંદાજિત 200 રૂપિયામાં તૈયાર થઈ હતી. જેનો ખર્ચ 1.40 લાખ આસપાસ થયો હતો. આ ખર્ચ સોની સમાજના અલગ અલગ દાતાઓ દ્વારા આપવામાં આવ્યો હતો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *