જ્યારે લોકોની સામે પાર્ટીમાં રાજકુમારે ઉડાડી અમિતાભની મજાક, કહ્યું તારા સૂટના કપડાથી પડદા સીવડાવવા છે.

Bollywood

અમિતાભ બચ્ચનને હિન્દી સિનેમાના સદીના મહાનાયકનો દરજ્જો આપવામાં આવ્યો છે. આખો દેશ તેમને બોલિવૂડનો એન્ગ્રી યંગ મૈન, બોલીવુડનો શહનશાહ, સદીનો સુપરહીરો, બીગ બી જેવા નામોથી દુનિયા તેને ઓળખે છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવું એ દરેક કલાકારનું સ્વપ્ન હોય છે. અમિતાભ પાસેથી પ્રશંસા મેળવવી એ પણ કોઈ પણ કલાકાર માટે મોટી વાત છે.

અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1969 ની ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી કરી હતી. મહાનાયક અમિતાભ બચ્ચનને બોલિવૂડમાં કામ કર્યાને 51 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ખાસ વાત એ છે કે તે 78 વર્ષની ઉંમરે પણ બોલિવૂડમાં ટકેલા છે અને સતત કામ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચન દેશ અને વિશ્વના લાખો-કરોડો યુવાનો માટે પ્રેરણારૂપ છે.

અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીની શરૂઆતમાં ઘણા સંઘર્ષોમાંથી પસાર થવું પડ્યું હતું. કેટલીકવાર તેની લંબાઈ અને ક્યારેક તેના અવાજને કારણે પણ તેને નકારી કાઢવામાં આવ્યા હતા, પરંતુ અમિતાભ બચ્ચન તેમના કામમાં લાગી રહ્યા અને ખૂબ જલ્દીથી દુનિયાને દેખાડી દીધુ કે તેમની અંદર કેટલી પ્રતિભા છે. બિગ બીએ હિન્દી સિનેમામાં સૌથી વિશેષ અને અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

એક સમય એવો હતો જ્યારે ફિલ્મ ઉદ્યોગના લોકોએ અમિતાભ બચ્ચનને રીજેક્ટ કરી દીધો હતો. એવુજ વર્તન તેમની સાથે દિગ્ગજ અભિનેતા રહી ચૂકેલા રાજકુમારે કર્યું હતું. જોકે રાજ કુમાર બોલિવૂડમાં તેમના કઠોર વલણ અને મુંહફટ બોલવા માટે જાણીતા હતા. રાજકુમારે અમિતાભથી 17 વર્ષ પહેલા ફિલ્મ જગતમાં પગ મૂક્યો હતો. જ્યારે અમિતાભ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા હતા, ત્યાં સુધીમાં રાજકુમારે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી હતી.

પોતાના મુંહફટ સ્વાભાવને કારણે ચર્ચામાં રહેતા રાજ કુમાર ગમે તેને કઈ પણ કહી દેતા હતા. ક્યારેક તે સંજય દત્ત સાથે ઉલઝી પડતા તો ક્યારેક મિથુન ચક્રવર્તી વિષે કંઇક બોલી નાખતા હતા. તો ક્યારેક ફિલ્મના ડિરેક્ટરને મોંઢે કહી દેતા કે મને તારું મોઢું નથી પસંદ અને ક્યારેય ધર્મેન્દ્રને લઈને સવાલો ઉભા કરી દેતા હતા. આવી બધી હરકતો અને વાતો રાજકુમારને એક અલગ વ્યક્તિત્વ બનાવતા હતા, એકવાર ભરી મહેફિલમાં રાજકુમારે અમિતાભ બચ્ચનની પણ મજાક ઉડાવી હતી.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક રાજ કપૂરના ઘરે એક પાર્ટી દરમિયાન. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા મોટા માથાઓ હાજર હતા. અમિતાભ બચ્ચનને અને રાજકુમારને પણ રાજ કપૂરે આ પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું, બંને દિગ્ગજોએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી. રાજકુમારે બિગ બી તરફ ઇશારો કરીને પાર્ટીમાં એક વેઈટરને બોલાવ્યો અને કહ્યું કે, તમે જે પણ કોટ પહેરો છો તેને પેલી ખીલી પર લટકાવી દો.અમિતાભે રાજકુમારના આ વાતનો જવાબ આપ્યો ન હતો. જ્યારે પાર્ટીમાં હાજર દરેક લોકો હસવા લાગ્યા હતા.

થોડા વર્ષો પછી અમિતાભ સાથે ફરી આવી જ એક ઘટના બની. અમિતાભ બચ્ચન એક સુંદર સૂટ પહેરી પાર્ટીમાં પહોંચ્યા હતા. રાજકુમાર પણ પાર્ટીમાં હાજર હતા. અમિતાભને જોતાં જ તેણે કહ્યું કે, તમારો સૂટ ખૂબ સારો છે, કયાંથી સીવડાવ્યો. તેના જવાબમાં બિગ બીએ કહ્યું, શું તમારે પણ આવો જ સૂટ સીવડાવવો છે અને તેણે દુકાનનું નામ રાજકુમારને કહ્યું. પરંતુ આ પછી, અમિતાભને જે જવાબ મળ્યો એ સાંભળીને તેઓ ચોંકી ગયા. રાજકુમારે અમિતાભની મઝાક ઉડાડતા કહ્યું કે, જે કપડામાંથી તે સૂટ સીવડાવ્યો છે, મારે એ કપડામાંથી મારા ઘર માટે પડદા સીવડાવવા છે.

રાજકુમારની આ વાત અમિતાભ બચ્ચનને પસંદ ન આવી અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. તમને જણાવી દઈએ કે, રાજકુમારે 1996 માં 69 વર્ષની વયે કેન્સરથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે અમિતાભ બચ્ચનના કામ વિશે વાત કરીએ તો તેમણે તાજેતરમાં જ આગામી ફિલ્મ ‘ગુડબાય’નું શૂટિંગ શરૂ કર્યું છે, જ્યારે આ વર્ષે તેમની બે રાહ જોવાતી ફિલ્મ્સ ચેહરે અને બ્રહ્માસ્ત્ર પણ રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો આ ફિલ્મ્સની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.