રામ કપૂરની ફિટનેસ જર્ની – 130 કિલોથી ફીટ થવામાં કેટલો સમય લાગ્યો, શું હતો તેનો ડાયેટ પ્લાન

Bollywood Life Style

ટીવી ઇન્ડસ્ટ્રીમાં રામ કપૂરની પોતાની એક અલગ ઓળખ છે. તેની સફળતાનું એક અલગ પાસા છે કે ‘હીરો જેવું શરીર’ ન હોવા છતાં પણ તે એટલો જ લોકપ્રિય છે. આનો સૌથી મોટો શ્રેય તેના આકર્ષક અભિનયને જાય છે.

અને હવે તેણે પોતાની ફિટનેસ પર ધ્યાન આપીને વજન ઘટાડીને ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે, રામે અત્યાર સુધીમાં ઘણા કિલો વજન ઓછું કર્યું છે અને અત્યારે તે શ્રેષ્ઠ આકારમાં છે. શરૂઆતમાં તેને પણ અશક્ય લાગ્યું હતું પરંતુ રામે પોતાની મહેનતથી તેને સરળ બનાવ્યું હતું.

એક ઈન્ટરવ્યુમાં રામે તેની ભોજન અને ડાયેટ વિશે પણ જણાવ્યું હતું. તે 16/8 ડાયેટ પર હતો. આ ડાયેટમાં, વ્યક્તિને દિવસમાં 8 કલાકની અંદર જ જમવાનુ હોય છે અને 16 કલાક ભૂખ્યા રહેવું પડે છે. આ માટે, રામે સવારે 9 થી 5 નો સમય પસંદ કર્યો, જેમાં તે જમતો હતો. ઘણા લોકોને આ પ્રકારના ડાયેટથી ફાયદો થયો છે અને તેની કોઈ આડઅસર થતી નથી.

આપણી સામે રામ કપૂરના રૂપમાં જીવંત દાખલો છે કે વજન ઘટાડવું અશક્ય નથી. હકીકતમાં, રામે વજન ઘટાડીને કેટલાય લોકોને પ્રેરણા આપી છે અને પોતાના શરીરને બેસ્ટ શેપમાં લઈ આવ્યો છે, તે ખુબજ પ્રશંસનીય છે.

Leave a Reply

Your email address will not be published.