અયોધ્યામાં રામ મંદિર માટે દાનમાં મળેલા ૨૨ કરોડના ૧૫,૦૦૦ હજાર ચેક બાઉન્સ થયા, જાણો કારણ.

News

રામ મંદિરના નિર્માણ માટે દાન કરાયેલા ૨૨ કરોડ રૂપિયાના ૧૫,૦૦૦ ચેક બાઉન્સ થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. ઓડિટ અહેવાલમાં ટ્રસ્ટ અધિકારીઓએ કહ્યું છે કે સંબંધિત બેંક ખાતાઓમાં ભંડોળની અછત અથવા ઓવરરાઇટિંગ અને સહી ખોટી, જોડણી જેવી ભૂલોને કારણે આવું બન્યું છે. ટ્રસ્ટના સભ્ય ડો.અનીલ મિશ્રાએ જણાવ્યુ હતું કે આ સંદર્ભે બેંકોની વાત કરવામાં આવી રહી છે અને તકનીકી ખામીના કેસોમાં તેમને દૂર કરીને ભંડોળ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મિશ્રાએ કહ્યું કે બેંકોને તેમની ભૂલો સુધારવાની તક આપવામાં આવશે.ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરીએ ટ્રસ્ટને જણાવ્યું હતું કે ૧૫,૦૦૦ ચેક બાઉન્સ થયાં છે, તેમાંથી ૨૦૦૦ અયોધ્યામાંથી જ એકત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગોમાંથી વધુ ૧૩,૦૦૦ ચેક આવ્યા છે. સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું હતું કે અમે બાઉન્સ્ડ ચેક પરત કરી રહ્યા છીએ અને દાન આપનારા લોકોને ફરી એકવાર નવો ચેક આપવાની અપીલ છે. જો કે ચેક બાઉન્સની આ સંખ્યા ઘણી વધારે છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને તેની સાથે સંકળાયેલ અન્ય સંગઠનો દ્વારા રામ મંદિર નિર્માણ માટે ભંડોળ ઉભું કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન ૧૫ જાન્યુઆરીથી ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અભિયાન દરમિયાન ૨૫૦૦ કરોડનું દાન પ્રાપ્ત થયું છે.

જો કે આ સંદર્ભમાં ટ્રસ્ટ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર ડેટા આપવામાં આવ્યો નથી. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે રાજસ્થાન તરફથી સૌથી વધુ ૫૧૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય કહે છે કે અઢી એકરમાં માત્ર મંદિરજ બનશે.
આ ઉપરાંત મંદિરની આજુબાજુ છ એકરમાં પેરકોટા બનાવવામાં આવશે.

પૂરની અસરોને રોકવા માટે રીટેનિંગ વોલ ભૂગર્ભમાં આપવામાં આવશે. આ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે, અમે આ તૈયારી સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આપણે બધા પર્યાવરણને અનુકૂળ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મંદિર ની બહાર ૬૪ એકર જમીન પર શું બનશે તેના પર આર્કિટેક્ટ કામ કરી રહ્યા છે. અંદરનું વાતાવરણ સ્સાત્વિક અને પ્રાકૃતિક બની રહે તેવી કોશિશ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.