પાટણની રાણી રૂદાબાઈ, ભારતની એક વીરાંગનાની કહાની.

Story

ગુજરાતના કર્ણાવતીના રાજા, રાણા વિરસિંહ વાઘેલા, તેમના રાજ્ય પર ધણા મોટા હુમલાઓ થયા હતા, પરંતુ કોઈને પણ જીતવામાં સફળતા મળી ન હતી, સુલતાન બેધરા એ રાણા વીરસિંહ વાઘેલાની સામે 1497 માં પાટણ રાજ્ય પર હુમલો કર્યો. 40000 થી વધુ સૈનિકો હતા. જીતવામાં અસમર્થ રહેતાં સુલતાન બેઘરાએ પોતાનો જીવ બચાવ્યા બાદ ભાગી ગયો હતો.

ખરેખર, સુલતાન બેઘરાની નજર રાણી રૂદાબાઈ પર હતી, રાણી ખૂબ જ સુંદર હતી, અને તેના રૂપની પ્રંશસા સાંભળીને તે રાણીને પામવાની ઇચ્છા રાખી રહ્યો હતો, તે યુદ્ધમાં રાણીને જીતવા માંગતો હતો અને તેને તેના હરમમાં રાખવા માંગતો હતો. એટલા માટે સુલતાને થોડા સમય પછી ફરીથી હુમલો કર્યો.

આ વખતે રાજ્યનો એક નાણા ધીરનાર કરનાર સુલતાન બેગરા સાથે જોડાયો, અને રાજ્યની બધી ગુપ્ત માહિતી સુલતાને આપી દીધી હતી, યુદ્ધમાં આ વખતે રાણા વીરસિંહ વાઘેલાને સુલતાન દ્વારા છેતરપિંડી કરીને પરાજિત કરવામાં આવ્યો, જેથી રાણા વીરસિંહે તે યુદ્ધમાં હારી ગયા.

સુલતાન બેધરા રાણી રૂદાબાઇને તેની વાસનાનો શિકાર બનાવવા માટે, તેઓ 10,000 થી વધુ લશ્કર સાથે રાણાજીના મહેલમાં પહોંચ્યા, સુલતાન બેધરાએ તેમના સંદેશવાહક સાથે રાણી રૂડા બાઇને પ્રસ્તાવ મોકલ્યો.

રાણી રૂદાબાઈએ મહેલ ઉપર એક છાવણી બાંધી હતી. જેમાં 2500 વીરાંગનાઓ મહેલની અંદર આવેલા 10,000 જેટલા સૈનિકો પર હુમલો કરવા તૈયાર હતી, રાણી રૂદા બાઇને સંદેશ મળતાં જ સુલતાન બેઘરાને મહેલમાં પ્રવેશ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રૂદાબાઈનો જવાબ મળતા સુલતાન બેધરા એ કિલ્લાની અંદર આવતાની સાથે જ વાસનામાં અંધ થઈ ગયો હતો, રાણીએ સમય ગુમાવ્યા વિના સુલતાન બેગરાની છાતીમાં એક કટાર ભરાવી દીધી અને ત્યાં ઉપરની છાવણીમાં રહેલી 2500 વિરાંગનાઓએ તીર વરસાવવાનું શરૂ કર્યું હતું.

સુલતાન બેઘરાની છાતી ફાડ્યા પછી, મહારાણી રૂદાબાઈએ હૃદય કાઢી કર્ણાવતી શહેરની વચ્ચે લટકી દીધું. અને તેના માથાને તેના ધડથી અલગ કરતા, તેણે પાટણ રાજ્યની મધ્યમાં લટકાવી દીધુ. અને ચેતવણી પણ આપી કે જો કોઈ આક્રમણ કરનાર ભારતવર્ષ અથવા હિન્દુ મહિલાઓ પર ખરાબ નજર રાખશે, તો તેના હાલ આવા જ થશે.

આ યુદ્ધ પછી, રાણી રૂદાબાઈએ રાજાના કારભારને યોગ્ય હાથોમા સોપ્યો અને જળ સમાધિ લીધી, જેથી કોઈ પણ આક્રમણ કરનાર તેમની ઈજ્જત પર હાથ ન નાંખી શકે.

આ દેશ રાણી રૂદાબાઈને સલામ કરે છે, ગુજરાતના લોકોએ તેમના વિશે કદાચ જાણ્યું જ હશે. ભારતના ઈતિહાસમાં આવા કેટલાય નામી-અનામી વિર પુરુષો અને વીરાંગનાઓ અમર થઈ ગઈ છે. આજની પેઢીને તેમની બહાદુરી અને હિંમતની કથા જરૂર વાંચવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *